Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નેગોશીયેબલના ગુનામાં નાસતો ફરતો ધર્મેશ મહેતા પકડાયો

એ ડીવીઝન પોલીસે વોરંટના આધારે યાજ્ઞિક રોડ પરથી પકડયો

રાજકોટ,તા. ૨૫ : નેગોશીયેબલ એકઠ હેઠળના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને એ ડીવીઝન પોલીસે યાજ્ઞીક રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં નાસતા ફરતા આરોપીઓ, બુટલેગરો, તથા માથાભારે શખ્‍સો તેમજ નામદાર કોર્ટમાં સજા પડેલ હોય હાજર ન રહી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવની સુચના પરથી એ -ડીવીઝન પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એન.વાઘેલા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે એ.એસ.આઇ એમ.વી.લુવા અને હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચાને મળેલી બાતમીના આધારે સજાના વોરંટમાં આઠ મહિનાથી ફરાર ધર્મેશ કનુભાઇ મહેતા (ઉવ.૪૮) (રહે. જાગનાથ પ્‍લોટ-૫/૧૧ યાજ્ઞીક રોડ)ને યાજ્ઞીક રોડ પરથી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ જી.એન.વાઘેલા, એ.એસ.આઇ ભરતસિંહ ગોહિલ, એમ.વી.લુવા, હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ, કોન્‍સ. જયરાજસિંહ, જગદીશભાઇ, કેતનભાઇ, સાગરદાનભાઇ, ભગીરથસિંહ, હરપાલસિંહ તથા હરવિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(3:52 pm IST)