Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કોંગ્રેસની સફળ રજુઆત : મનપાએ હોર્ડિંગ્‍સ-કિઓસ્‍કની સાઇટ ફાળવી

 રાજકોટ,તા.૨૫ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચુંટણી યોજાનાર છે જેમાં કોંગ્રેસ પક્ષને વિધાનસભા ૬૮માં એકપણ ર્હોડિંગ્‍સ-કિઓસ્‍ક ન ફાળવતા  વિવિધ સ્‍તરે રજુઆતો કરેલ હતી જે રજૂઆતમાં જણાવ્‍યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણી ચાલી રહી છે ત્‍યારે સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાની હદના મુખ્‍ય રોડ અને મુખ્‍ય ચોક વગેરે જેવી જગ્‍યાએ રાજકોટ મહાનગરપાલિકાએ ર્હોડિંગ્‍સ-કિઓસ્‍કની સાઈટ માટે અમોને સમાન હક્ક મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજુઆત કરાયેલ.

 ચુંટણીપંચના કાયદા અને નીતિનિયમો અનુસાર પાલન કરવા અંગેની રજુઆતોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, વિધાનસભા ૬૮ ના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજગુરુ, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ, પૂર્વ ડેપ્‍યુટી મેયર ભરતભાઈ મકવાણા, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, સહ કાર્યાલય મંત્રી પરેશભાઈ કુકાવા, સમર્થ મહેતા સહિતના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હતી.  જે અન્‍વયે  મહાનગરપાલિકા દ્વારા તમામ પક્ષો અને એજન્‍સીની  બેઠક બોલાવવામાં આવેલ હતી જે બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને સમર્થ મહેતા હાજર રહ્યા હતા અને ચુંટણીપંચના કાયદા અને નીતિનિયમોનું ચુસ્‍ત પાલન કરવા અને ૫૦% ર્હોડિંગ્‍સ-કિઓસ્‍કની સાઈટ ફાળવવા મહેશભાઈ રાજપુતે રજૂઆત કરતા  મહાનગરપાલિકા દ્વારા ર્હોડિંગ-કિઓસ્‍ક ફાળવવામાં આવેલ છે.

(4:08 pm IST)