Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મતદારો ભાજપને ધુળ ચાટતા કરી દેશેઃ ઈન્‍દ્રનિલ

મોંઘવારી ઘટાડવાનું વચન ન પાડયુ, બેરોજગારોને નોકરી આપવાની મધલાળ ઓગળી ગઈ, કોરોનામાં નેતાઓ જોવા મળતા ન હતા

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. વર્તમાન શાસકપક્ષે રાષ્‍ટ્રીય નેતાઓનો ખડકલો ગુજરાતમાં કરી દીધો છે અને આ વખતે ભાજપ પાસે ફરી એકવખત ભરોસાની જ સરકાર એવુ કેમ્‍પિયન ચલાવ્‍યુ છે ત્‍યારે ગુજરાતની જનતાના દિલ અને દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપ ઉપર કેમ ભરોસો મુકવો? મોંઘવારી ઘટાડવાનું વચન પાડ્‍યુ નહી, બરોજગારોને નોકરી આપવાની મધલાળ ઓગળી ગઇ, પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, કોરોના કાળમાં અનેક સ્‍વજનો ગુમાવ્‍યા અને એ વખતે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ગોત્‍યા જડતા ન હતા, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છે અને આ કારોબારમાં થનારી બે નંબરી આવકથી સરકારની તિજોરી ભરાય છે એવા પણ આક્ષેપો છે. આ બધુ ભુલીને ભાજપને કેમ ભરોસોની સરકાર કહેવાય? આવા સવાલો ઉઠી રહ્યાનું ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરૂએ યાદીમાં જણાવ્‍યું છે.

ઈન્‍દ્રનીલ રાજયગુરૂ કહે છે....

ભરોસો રાખ્‍યો એટલે ગેસના બાટલાના રૂપિયા ૧૧૦૦ થયા

ભરોસો રાખ્‍યો એટલે પેટ્રોલનો ભાવ ૧૧૦ થયો

ભરોસો રાખ્‍યો એટલે મોરબી ઝૂલતા પુલમાં ૧૫૦ લોકોની હત્‍યા કરનાર આબાદ ફરે છે

ભરોસો રાખ્‍યો એટલે તેલના ડબ્‍બાના ૩૦૦૦ થયા

ભરોસો રાખ્‍યો એટલે ડિઝલના ભાવ ૧૦૦ થયા

ભરોસો રાખ્‍યો એટલે સ્‍કુલમાં ઉઘાડી લૂંટના પરવાના આપી દીધા

ભરોસો રાખ્‍યો એટલે દલિતો પર થઇ રહ્યા છે અત્‍યાચાર

ભરોસો રાખ્‍યો એટલે કઠોળના ભાવ ૧૦૦ થઇ ગયા

ભરોસો રાખ્‍યો એટલે પુલવામાની ઘટનાની તપાસ ન થઇ

ભરોસો રાખ્‍યો એટલે મુદ્રા અદાણી પોર્ટથી પકડાતા ડ્રગ્‍સનું નેટવર્ક ખુલતુ નથી

ભરોસો રાખ્‍યો એટલે જ પંજાબમાં ૭૦૦ કિસાનોના મોત થયા

ઈન્‍દ્રનીલભાઈએ એક યાદીમાં જણાવ્‍યું છે કે વિકાસના નામે મતપેટી ભરવા માટે આ વખતે પણ ભાજપ પાસે આ એક જ મુદ્દો છે. અનેક એવા સવાલો છે કે જે ભાજપ માટે કોયડારૂપ છે. સરાજાહેર જો ચર્ચા કરવા ભાજપના નેતા બેસે તો શરીરના કપડા તો ઠીક પણ ચામડી પણ નીકળી જાય તેવી હાલત થઇ જાય. પણ વિકાસ અને હિન્‍દુત્‍વના નામે ચૂંટણી લડવા નીકળેલી ભાજપને આ વખતે મોંઘવારી સહિતના મુદ્દે મતદારો ધુળ ચાટતુ કરી દે તેવી હાલત છે. મતદારો શાણા છે, સમજુ છે, હવે ખોટા વચનોમાં ભેરવાઇ જાય તેમ નથી.

(4:48 pm IST)