Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ર૦૧૭માં સરેરાશ ૬પ.૭પ ટકા વોટીંગઃ વોર્ડ નં.૮માં સૌથી વધુ ૬૯.૯ર ટકા

શહેરમાં વિધાનસભાની ચારેય બેઠકોના ગત ચૂંટણીના મતદાનના આંકડાકીય લેખા-જોખા : આગામી ચુંટણીમાં મતદારો વધવાની સાથે જ્ઞાતિગત સમીકરણો પણ ટકાવારીમાં મોટો ભાગ ભજવે તેવી શકયતા

રાજકોટ તા.રપ : રાજકીય માહોલ જામ્‍યો છે ત્‍યારે ગત ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં શહેરની ચારેય બેઠકોમાં ૬પ ટકા જેટલું ધીંગુ મતદાન થયુ હતુ. જેમાં સૌથી વધુ ૬૭.૬૮ ટકા રાજકોટ-૬૯ (પમિ)માં મતદાન થયુ હતુ. જયારે બીજાક્રમે રાજકોટ-૬૮માં ૬૬.૯૯, ત્રીજા ક્રમે રાજકોટ દક્ષિણ ૬૪.૩ર અને સૌથી ઓછુ ૬૪.ર૮ ટકા રાજકોટ ગ્રામ્‍યનું મતદાન થયુ હતુ. ગત ચૂંટણીમાં મુખ્‍ય ટકકર ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે જોવા મળી હતી. જયારે રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપની  જીત થઇ હતી.

ગત વિધાનસભાની ચૂંટણીમાં વોર્ડ વાઇઝ આંકડા જોઇએ તો વોર્ડ નં.૧ના કુલ મતદાર પ૪૮૭૭ હતા. જેમાંથી ૩૭૪૩૦ લોકોએ મત આપતા ૬૮.૧૮ ટકા મતદાન થયેલ વોર્ડ નં.રના કુલ પ૩ર૮૩ મતદારોમાંથી ૩૩૮રર નાગરીકોએ મત આપતા ૬૭ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૩ના પ૬પ૯૦ કુલ મતદારોમાંથી ૩પ૮પ૪ લોકોએ મતનો ઉપયોગ કરતા ૬૭ ટકા મતદાન થયુ હતુ.

જયારે વોર્ડ નં.૪ના કુલ ૪૬૮૯૪માંથી ૩ર૧૦૬ મતદારોએ મત આપતા ૬૮.૪ર ટકા મતદાન થયેલ. વોર્ડ નં.પમાં ૪૭૧૭૯ મતમાંથી ૩૩૩૪પ લોકોએ મત આપતા ૭૦.રર ટકા મતદાન થયેલ વોર્ડ નં.૬માં ૪૬૪૯પ મતદારોમાંથી ૩૦૮૮૧ એ મત આપતા ૬૮ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૭માં કુલ ૬૧૩પ૩ મતદારોમાંથી ૩૯૩૯૩ લોકોએ મત આપતા ૬૬.પ૪ ટકા મતદાન થયેલ.

શહેરનાં વોર્ડ નં.૮માં ૬૧૪૭૬ મતદારોમાંથી ૪૧૭૪૪ નાગરીકોએ મતદાન કરતા ૬૯.૯ર ટકા મતદાન  નોંધાયેલ. વોર્ડ નં.૯માં પ૮૧૩૦ કુલ મતોમાંથી ૪૦૩૯૪ મત પડતા ૬૯.પ૦ ટકા મતદાન થયેલ. તેવી જ રીતે વોર્ડ નં.૧૦માં કુલ પ૪૦૦રમાંથી ૩૬૦૧રનું મતદાન થયેલ અને ૬૭.૪૧ ટકા વોટીંગ નોંધાયેલ. જયારે વોર્ડ નં.૧૧માં ૬૪ ટકા મતદાન કુલ ૪૮૬૧૦ મતોમાંથી ૩૧૪રર મત પડતા થયેલ.

જયારે વોર્ડ નં. ૧રમાં પ૦૮૭૯ કુલ મતદારોમાંથી ૩૧૯૪ર લોકોએ મત આપતા મતદાનની ટકાવારી ૬૩ ટકાએ પહોંચેલ. વોર્ડ નં.૧૩માં પણ ૬૩ ટકા મતદાન નોંધાયેલ. જેમાં પ૯૮૧૪ મતદારોમાંથી ર૮૯૩૪ લોકોએ મત આપેલ. વોર્ડ નં.૧૪માં પ૬૬પ૭ મતદારોમાંથી ૩૬૧૦૯ લોકોએ મતદાન કરતા ટકાવારી ૬૩ ટકાએ પહોંચી હતી.

વોર્ડ નં.૧પમાં ૬૭.૧૦ ટકા મતદાન નોંધાયેલ. જેમાં કુલ ૪પ૦૮૩ મતોમાંથી ૩૦રપપ મત પડયા હતા. વોર્ડ નં.૧૬માં પ૦ર૭રમાંથી ૩ર૪૦૧ લોકોએ મતદાન થતા ૬૬.૭૩ ટકા મતદાન નોંધાયેલ. જયારે વોર્ડ નં.૧૭ના કુલ મતદારો પ૬ર૦૦ હતા. જેમાંથી ૩૬રર૪ લોકોએ મતદાન કરતા ૬૪.ર૭ ટકા મતદાન થયેલ. શહેરના અંતિમ એવા વોર્ડ નં.૧૮માં કુલ પ૬૭૦૭ મતદારોમાંથી ૩પ૭પ૭ લોકોએ મત આપતા ૬૬ ટકા મતદાન નોંધાયેલ.

આમ ગત વિધાનસભાની ચુંટણીમાં શહેરની ચારેય બેઠકોમાં સરેરાશ ૬પ.૭પ ટકા મતદાન નોંધાયેલ. જયારે આગામી ચુંટણીમાં મતદારો વધવાની સાથે જ્ઞાતિગત સમીકરણો, પણ ટકાવારીમાં મોટો ભાગ ભજવે તેવી શકયતાઓ રાજકીય પંડિતો સેવી રહયા છે.

ર૦૧૭માં  રાજકોટની

કઇ બેઠકમાં કેટલું મતદાન

રાજકોટ પૂર્વ  ૬૬.૯૯ ટકા

રાજકોટ પમિ ૬૭.૬૮ ટકા

રાજકોટ દક્ષિણ        ૬૪.૩ર ટકા

રાજકોટ ગ્રામ્‍ય ૬૪.ર૮ ટકા

ચારેય બેઠકોનું સરેરાશ મતદાન ૬પ.૭પ ટકા

(4:14 pm IST)