Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

હોસ્‍પિટલ ક્ષેત્રમાં શ્રેષ્‍ઠતાનું સીમા ચિન્‍હઃ NABH દ્વારા માન્‍યતા મેળવતી ગોકુલ હોસ્‍પિટલ-કુવાડવા રોડ

રાજકોટ : હોસ્‍પિટલ ક્ષેત્રમાં શ્રેષ્‍ઠતાના અલગ અલગ માપદંડો ભારત સરકારની સંસ્‍થા National Accreditation Board of Hospitality  દ્વારા  નકકી કરવામાં આવે છે જે હોસ્‍પિટલ આમાપદંડ પર ખરી ઉતરે તેને શ્રેષ્‍ઠતાના પ્રતિકરૂપે સર્ટીફીકેટ આપવામાં આવે છે. હાલમાં જ કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્‍પિટલએ   NABH દ્વારા માન્‍યતા મેળવી છે. ગૌરવપૂર્ણ સિધ્‍ધિ હાંસલ કરી છે. હવે ગોકુલ હોસ્‍પિટલ - વિદ્યાનગર મેઇન રોડ અને કુવાડવા રોડ બન્ને હોસ્‍પિટલ NABH દ્વારા માન્‍યતા ધરાવે છે. ગોકુલ હોસ્‍પિટલ ખાતે હૃદયરોગ, ન્‍યુરો સર્જરી, ક્રિટીકલ કેર, ઇન્‍ટર વેન્‍સનલ રેડિયોલોજી, ન્‍યુરોલોજી, યુરોલોજી, ઓર્થોપેડિક એન્‍ડ જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ, સ્‍પાઇન સર્જરી, પીડીયાટ્રીશીયન અને પીડીયાટ્રીક ક્રિટીકલ કેર, જનરલ સર્જરી, ઇ. એન. ટી. સર્જરી, પીડીયાટ્રીક ન્‍યુરોલોજી,  એનેસ્‍થેસીયોલોજી, પેથોલોજી જેવા વિભાગો ઉપરાંત ઇન્‍ટરનેશલ સ્‍ટાન્‍ડર્ડના આઇ.સી.યુ.અને અદ્યતન ઓપરેશન થીએટર ધરાવે છ.ે ગોકુલ હોસ્‍પીટલ ખાતે આયુષ્‍માન ભારત યોજના અંતર્ગત હૃદ્ય રોગ પ્રોસ્‍ટેટ, પથરી, મૂત્રમાર્ગ, જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ, સ્‍પાઇન સર્જરી અને ડાયાલીસીસ જેવી સારવાર સંપૂર્ણ નિઃ શુલ્‍ક ઉપલબ્‍ધ  છે. ગોકુલ હોસ્‍પીટલના ‘‘શ્રેષ્‍ઠતા-સત્‍યતા-પારદર્શકત'' ના સૂત્ર સાથે ઉચ્‍ચ ગુણવત્તાના એનબેબીએચ નું સર્ટીફીકેટ મળતા ‘સોનામાં સુગંધ' વધી છે આ પ્રસંગે ગોકુલ હોસ્‍પિટલના ડાયરેકટર જગજીવનભાઇ સખીયાએ સમગ્ર ગોકુલ પરિવારને અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવ્‍યા હતા.

(4:15 pm IST)