Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સ્‍વ.મનસુખ જોશી

ઉતમોતમ નાટય કસબી અને લોકકલા સંશોધક

ચારચાર ભાષાઓમાં નાટય સર્જન કરતી મુંબઇની એક વખતની ખ્‍યાતિ પ્રાપ્ત આઇએનટીના થોડા સ્‍થાપક મહેતા હતા એક, ઉતમોતમ નાટય લોક કલા સંશોધક સ્‍વ.મનસુખ જોશીની તા.૨૬.૧૧ દિવંગત તિથી તા.૨૬.૧૧.૨૦૦૦ના દિવસના તેઓના દેહવિલય બાદના મારા અંજલિ આલેખનમાં તેઓને નાટક અને લોક કથાનો આખે આખા દરીયો પીવા નીકળી પડેલ અવધુત સાથે સરખામણી આપી હતી. કેમકે તેમનું આ નાટય તથા લોકકલા જીવન વર્ષો સુધી પ્રત્‍યક્ષ નિહાળવા સદભાગી બન્‍યો  હતો. આઇએનટીના રાજકોટ ખાતેના જે તે વખતેના નાટય મહોત્‍સવો, લોકકલાઓના સંશોધન માટે ગામડે ગામડે ફરવું અને તે સંશોધનના નિષ્‍કર્ષ રૂપે આઇએનટી દ્વારા શોભતા સાત-સાત દિવસના તે વિવિધ કલાઓના મહોત્‍સવો-આ સર્વે આયોજનમાં તેમના માર્ગદર્શન મુજબ ઘણા વર્ષ કાર્યપ્રદાન આપ્‍યાનું મને સદભાગ્‍ય પ્રાપ્ત થતુ રહેતુ

આઇએનટીની અંદાજીત ૧૯૪૪માં સ્‍થાપના પછીના શરૂના પચ્‍ચીસ વર્ષો દરમ્‍યાન તેઓએ ઉચો ગઢ ગિરનાર, જેસલ તોરલ જેવા લોક-ઐતિહાસિક નાટકો સર્જયા. જેમાં એ વખતના ખ્‍યાતનામ કલાકારો અરવિંદ પંડયા, પ્રતાપ ઓઝા તેમજ ઉર્મીલા ભટ્ટ હતાં. તેમજ ૪૦-૫૦ સાજીંદા સાથેનું જીવંત સંગીત તેમાં અવિનાશ વ્‍યાસે આપ્‍યુ હતું. તે પછીનું  તેમનું તથા સહયોગી ગૌતમ જોશીનું અત્‍યંત નોંધનીય સર્જન એટલે પં.નહેરૂના પુસ્‍તક ડીસ્‍કવરી ઓફ ઇન્‍ડિયાનું 60x40ના તખ્‍તે સંગીત-રૂપાત્‍મક નાટય સર્જન. ભારત દર્શન કરાવતા આ યાદગાર નાટય સર્જન અને તેના જબરદસ્‍ત સન્નીવેશના ચકોર કસબી તરીકે સ્‍થાપિત થયા અહી વાતએ યાદ રાખવા જેવી છેકે શ્‍યામ બેનેગલે તો ત્‍યાર પછી આ પ્રોજેકટ ટીવી પર રજુ કર્યો. પરંતુ પ્રથમ પ્રાગટય તો આમહાન કૃતિનું મનસુખભાઇ-ગૌતમભાઇએ રજુ કરી ઇતિહાસ સર્જી દીધો હતો.

સમય જતા આઇએનટી નાટય સર્જકોની નવી પેઢી પ્રવિણ જોશી, અરવિંદ ઠકકર, અરવિંદ જોશી, સરિતા જોશી, દિનીયાર કોન્‍ટ્રેકટર સ્‍વરૂપે આવી. આ સર્વેના નાટકો ધુમ્‍મસ, હલ્‍લો ઇન્‍સ્‍પેકટર, સંતુરંગીલી, મૌસમ છલકે, કુમારની અગાસી, સપ્તપદી, ખેલંદો વિ જેવા એક એકથી સુપર અનેક નાટકોના સર્જને અને સફળતાભર મનસુખભાઇના સન્ની વેષ તથા પ્રકાશ કસબના કસબી તરીકે દીલડોલ અને હુફાળો ફાળો અગ્રેસર રહેતો. ફરતા રંગમંચના આ પ્રણેતા મહેનતકશ સન્નીવેષક અને પ્રકાશ આયોજકના ચરમની કમાલ દરેક નાટકોમાં જોવા મળતી. આ માહેના ઘણા નાટકો અનેકો વખત વિદેશોમાં પણ રજુ થયા હોઇ તાત્‍કાલીન રંગભુમિ નાટકોના આર્ષદૃષ્‍ટા સમીક્ષક ઉત્‍પલ ભાયાણીએ પણ તેમના માટે નોંધ્‍યુ હતુ કે ગુજરાતી રંગભુમિના કોઇ પણ કલાકાર કસબીએ મનસુખભાઇ જેટલી વિદેશની કલા યાત્રા નહિ કરી હોય આનું કારણ કદરએ હોઇ શકે કે નાટકમાં સમયે સમયે કલાકારો બદલતા રહેતા હોય છે. પણ રંગ, વંશ, સન્નીવેશ કે  પ્રકાશના કસબીઓ તો એકના એક જ રહેતા હોય છે.

આ રીતે પચ્‍ચીસેક વર્ષ દરમ્‍યાનના તેના નાટય સર્જક તથા આઇએનટીના અન્‍ય નાટય સર્જકોના કસબી તરીકે રહયા બાદ વિચાર તેઓને આવ્‍યો કે રંગભુમિ સમાજના ઉચ્‍ચ વર્ગના મનોરંજનનું સાધન માત્ર બની રહે ખરેખર તો રંગકર્મીઓએ લોકો પાસે જઇ તેની કલા વિષે જાણવું જોઇએ અને તેમણે આઇએનટીના નેજા નીચે શરૂ કર્યુ ગુજરાત-સૌરાષ્‍ટ્ર લોકકલા સંશોધન કેન્‍દ્ર તેનું કાર્યકેન્‍દ્ર રાખવામાં આવ્‍યું રાજકોટ ઉપરોકત પ્રથમ પેરાગ્રાફમાં જણાવ્‍યા મુજબ ગામડે ગામડે, તાલુકે તાલુકે જઇ તેઓએ લોકસંગીત ગાયકો, તેના વાદ્ય,નર્તકો, ભવાઇકલા આ સર્વનો કલાકારો, વાદ્યોકારોની વીડીયોગ્રાફી, રેર્કોડીંગ તથા લેખિત નોંધોની લાયબ્રેરી બનાવવામાં આવતી. ભારત સરકારના ફેસ્‍ટીવલ ઓફ ઇન્‍ડિયા તથા અપના ઉત્‍સવ જેવા રાષ્‍ટ્રીય લોકોત્‍સવમાં તેની રજુઆતો કરાવતા રહેતા. આ સર્વેના નિષ્‍કર્ષરૂપ ભવાઇ, ભકિત સંગીત, લોકગીતો, નર્તકો વિ.ના આયોજનો ગોઠવી તે માહેના શ્રેષ્‍ઠ કલાકારો-મંડળોની કૃતિઓને દેશ-વિદેશમાં આઇએનટી તથા સરકારના  સહકારથી રજુ કરાવી આપણી લોકકલાને વૈશ્વિક તખ્‍તે રજુ કરાવડાવી. તેના આ કાર્યપ્રદાનની કદરરૂપે તેમને મળેલ વિશ્વલોક કલા આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાના ઉપપ્રમુખ તરીકેની નિયુકિતથી આઇએનટી તથા પોતાના માટે એક સિમાચિન્‍હ સ્‍થાપ્‍યુ

તેઓના આ કાર્યના વિસ્‍તૃતિ કરણ માટે સરકાર પાસે આઇએનટીએ રાજકોટ ખાતે જમીનમાગી. કાલાવડ રોડ (મોટેલ ધી વીલેજ સામે)બે-એક વીઘા જમીન સરકારે આપી પણ ખરી. આઇએનટીના મહામંત્રી દામુભાઇ ઝવેરી, ગૌતમ જોશી વિ.હસ્‍તે ઉદઘાટન પણ થયું.. પણ નિયતિએ  આ કામ આગળ ન થવા દેવું હોય તેમ અવસ્‍થા અને બિમારીએ મનસુખભાઇને ઘેરી લીધા..એ ઘેરામાંથી છટકવાની શકિત તેઓમાં હવે રહી ન હતી. અને ગુજરાત સરકારની ગૌરવ પુરસ્‍કાર તથા દિલ્‍હી સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્‍ટ્રપતિ વેન્‍કટ નારાયણના હસ્‍તે સન્‍માનિત આ નાટય-લોક કલાના તપસ્‍વી તા.૨૬.૧૧.૨૦૦૦ના દિવસે કોઇ અજાણી કલા ભોમકાની કલા સેવાઓ માટે ચાલી નીકળ્‍યા

કૌશિક સિંઘવ

મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

(4:37 pm IST)