Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

રાજકોટના ફેબ્રુઆરીમાં આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળોઃ વિદેશના ૧૦૦ થી ૧પ૦ વેપારીઓ મુલાકાત લેશેઃ વિનામૂલ્‍યે સ્‍ટોલ અપાશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સવારે ૧૦ થી ૬ દરમ્‍યાન એન.એસ.આઇ.સી. ગ્રાઉન્‍ડ ૮૦ ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ.ર૦ર૩ આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળાનું આયોજન સતત ૮ માં વર્ષે થવા જઇ રહ્યું છે.

આ વેપાર મેળામાં વિદેશમાંથી ૧૦૦ થી ૧પ૦ બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ વિવિધ ફેકટરીઓની મુલાકાત પણ લેશે. આ વર્ષે ઇન્‍ડસ્‍ટ્રીઅલ એસોસિએશન અફ મધ્‍યપ્રદેશના સભ્‍યો પણ બાંગ્‍લાદેશ એગ્રીકલ્‍ચર મશીનરી મર્ચાન્‍ટ એસોસિએશનનું ૧૦ લોકોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે વેનેઝુએલા ના ડિપ્‍લોમેટ અલફ્રેડો કાલ્‍ડેરા, કયુબાના ડેપ્‍યુટી હેડ ઓફ મિશન શ્રી અબેલ અબાલે, ઝિમ્‍બાબ્‍વે ના હાઇ કમિશનર ડો. ચીપારે તથા મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ મેન્‍ગેજી ઉપસ્‍થિત રહેશે.

આ વર્ષે એસ.વી.યુ.એમ.-ર૦ર૩ આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળામાં ભાગ લેના એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડીની સ્‍કીમ મુજબ લગભગ વિનામૂલ્‍યે કહી શકાય તે રીતે સ્‍ટોલ આપવામાં આવશે. એકમોને ફકત સબસીડી મંજુર થાય ત્‍યાં સુધી સ્‍ટોલની રકમનુંરોકાણ કરવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:34 pm IST)