Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની બસને અકસ્માત : ગોંડલના ગુંદાળા ચોકડી નજીક પિકઅપ વાન સાથે ટક્કર

અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ: જાનૈયાઓનો બચાવ

રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બેકાબુ બનેલી બસે એક નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી જવા પામી હતી. બસમાં બેસેલા 15થી20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

જ્યારે ટ્રાવેલ્સની બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

(10:12 pm IST)