Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જીલ્લાના અતિ સંવેદનશીલ બુથ મથકો ઉપર વિડીયોગ્રાફી માટે -વધારાનો પોલીસ ફોર્સ તૈનાત

સંવેદનશીલ બુથમથકો ઉપર પણ વધારાનો ફોર્સ : ૫૫૭૪ ઇસમો ઉપર અટકાયતી પગલાં : ૩૦૦૦નો પોલીસ સ્ટાફ ખેડપગે : એસ.પી. બલરામ મીણા

રાજકોટ,તા. ૨૬: આગામી તા. ૨૮મીએ જીલ્લા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની યોજાનાર ચૂંટણી અનુસંધાને એસ.પી.બલરામ મીણા દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોછે. જીલ્લાના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ બુથ મથકો ઉપર વિડીયોગ્રાફી તથા વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે.

રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતુ કે, ગ્રામ્ય જીલ્લાના પરવાનાવાળા હથિયારો પૈકી ૯૨ ટકા હથિયારો જમા લઇ તેમજ અન્ય પરવાનાવાળા હથિયારોને નિમયોનુસાર જમા કરાવવામાંથી મુકતી આપવામાં આવેલ છે. તથા અતિસંવેદનશીલ, સંવેદનશીલ, તેમજ સામાન્ય વિસ્તારમાંથી કુલ ૫૫૭૪ શખ્સોની અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તથા રૂ. ૪૨,૮૨૦નો દેશી દારૂ તથા રૂ.૫,૪૦, ૫૬૦નો વિદેશી દારૂનો જથ્થો અને રૂ. ૧૭,૧૫,૦૦૦ની કિંમતના વાહનો તથા રૂ. ૬,૦૩,૦૬૦ની કિંમતનો અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કુલ ૧૪ કાર્યરત ચેક પોસ્ટ દ્વારા ૧૮,૮૩૧ વાહનોનુ ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું હતું.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કુલ ૬૮૦ મતદાન સ્થળોમાં સમાવિષ્ટટ ૧૦૭૯ મતદાન મથકો ઉપર સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચુંટણી પ્રક્રિયા દરમ્યાન અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર વિડીયોગ્રાફી તથા વધારાના ફોર્સન ફાળવણી કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી છે. આ ચુંટણી પ્રક્રિયા દરમ્યા કુલ ૧૦૮૨ પોલીસ જવાન, ૨ કંપની અને ૧ પ્લાટુન એસ.આર.પી. ફોર્સ ૧ કંપની સી.આઇ.એસ.એફ તથા ૧૬૨૫ હોમગાર્ડ/ જી.આર.ડી. જવાનોથી સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તથા જિલ્લા તમામ સ્ટ્રોગરૂમ ઉપર એસ.આર.પી ફોર્સથી સઘન કિલ્લેબંધી રાખવામાં આવી છે.રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ૧૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ, એસ.આર.પી., સી.આઇ.એસ.એફ દ્વારા ગ્રામ્ય તથા ટાઉન વિસ્તારમાં રોજે રોજ અતિસંવેદનસીલ અને સંવેદનસીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ, ફલેગ માર્ચ તથા એરીયા ડોમીનેશન કરવામાં આવે છે.રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ ૧૮ કયુ.આર.ટી. ટીમ તથા ૬૮ સેકટર પોલીસ મોબાઇલ પેટ્રોલીંય દ્વારા પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે. તેમજ ઉપરોકત તમામ બંદોબસ્ત ઉપર નાયબ પોલીસ સુપર વાઇઝરી અધિકારીઓની ટીમ તથા એસ.પી. બલરામ મીણા જીલ્લાના સ્ટ્રાઇકિંગ ફોર્સ સાથે એલ.સી.બી., એસ.ઓ.જીના અધિકારી, કર્મચારીઓ તથા સી.આઇ.એસ.એફ કંપનીના જવાનો એલર્ટ રાખવામાં આવેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલના કોરોના સંક્રમણને ધ્યાને રાખી આરોગ્યલક્ષી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવનાર છે. તેમજ ચૂંટણી પ્રક્રિયા બંદોબસ્તમાં રહેલ તમામ પોલીસ ફોર્સને ફેસ સીલ્ડ, માસ્ક, સેનેટાઇઝર, હેડન્ગ્લોઝની ફાળવણી કરવામાં આવેલ છે.

(11:41 am IST)