Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજકોટ જીલ્લો -તાલૂકા પંચાયત ચૂંટણીઃ આજથી પ્રચાર -પડઘમ બંધ : કાલે સવારે ૧૦ વાગ્યાથી ૮ હજારનો સ્ટાફ બૂથ ઉપર રવાના થશે

જીલ્લા પંચાયતની - ૩૬તો તાલૂકા પંચાયતની ૨૦૨ બેઠકોઃ EVM- સ્ટ્રોંગરૂમ-મતગણતરી કેન્દ્ર, તથા RC-DC ફાઇનલ કરાયા

રાજકોટ, તા.૨૬: રવિવારે રાજકોટ જીલ્લા-તાલૂકા પંચાયતની ચૂંટણી-મતદાન યોજનાર છે. તે સંદર્ભે કલેકટર તંત્રે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. ઇવીએમ, રીલીલીંગ-ડીસ્પેચીંગ સેન્ટરો- મતદાનમથકો, મતગણતરી કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમ ફાઇનલ કરી લીધા છે. આજે સાંજે પ વાગ્યાથી તાલૂકા-ગામડાઓમાં જાહેર પ્રચાર-પ્રસાર પડઘમ બંધ થઇ જશે. અને કાલે સવારે ૧૦ વાગ્યાથી ૮ હજારનો ફુલ સ્ટાફ બુથ ઉપર રવાના થશે, રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ તો રાજકીય રાજકોટ જીલ્લાની ૧૧ તાલૂકા પંચાયતની કૂલ ૨૦૨ બેઠકો માટે ૯ લાખ ૪૧ હજારથી વધુ મતદારો મતદાન કરશે.

આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર રાજકોટ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની ચુંટણી અન્વયે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ નિયત કરાયા છે.

રાજકોટ જિલ્લા તેમજ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ આઈ.ટી.આઈ., શેઠ નગરની સામે જામનગર રોડ, માધાપર ખાતે રાખવામાં આવેલ છે.

કોટડા સાંગાણી તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર સ્થળ ઠાકોરજી મૂળવાજી વિનયન કોલેજ, કોટડાસાંગાણી અરડોઈ રોડ, કોટડા સાંગાણી તથા મતગણતરી સ્થળ સરકારી વાણિજય અને વિનયન કોલેજ, પડધરી ખાતે કરાશે.

લોધિકા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર શ્રીમતી એચ. પી. ખીમાણી વિદ્યાલય, થોરડી રોડ, લોધિકા ખાતે તથા મતગણતરી સરકારી વાણિજય અને વિનયન કોલેજ, પડધરી ખાતે યોજાશે.

ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ સેન્ટ મેરી સ્કૂલ, ગુંદાળા રોડ ગોંડલ ખાતે યોજાશે.

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કુલ, રાજકોટ પોરબંદર હાઇવે, જેતપુર ખાતે યોજાશે.

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી ખાતે યોજાશે.

ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ ટાવરવાળી તાલુકા શાળા, મામલતદાર કચેરી સામે, ઉપલેટા ખાતે યોજાશે.

જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ નવી ભગવતસિંહજી હાઈસ્કુલ, સ્ટેશન રોડ, ધોરાજી ખાતે યોજાશે.

જસદણ તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ તાલુકા સેવા સદન, કમળાપુર રોડ, જસદણ ખાતે યોજાશે.

વિંછીયા તાલુકા પંચાયતની ચૂંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ, ડીસ્પેચીંગ/રીસિવિંગ સેન્ટર તથા મતગણતરી સ્થળ તાલુકા સેવા સદન, મોઢુકા રોડ, વિંછીયા ખાતે યોજાશે તેમ ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)