Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સાંસદ રામભાઇ મોકરીયાને ફુલડે વધાવતો 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ પરિવાર

રાજકોટ : મારૂતિ કુરીયરના સંચાલક અને દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં એડવાઇઝરી બોર્ડના સભ્ય રામભાઇ મોકરીયાની   રાજયસભાના સાંસદ તરીકે નિયુકિત થતા 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ પરિવાર દ્વારા ફુલહાર કરી અભિવાદન કરાયુ હતુ. આ પ્રસંગે મુકેશભાઇ દોશીના નેતૃત્વ હેઠળ પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, શિવલાલભાઇ આદ્રોજા, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, ઉપેનભાઇ મોદી, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશ પટેલ, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ આદ્રોજા, પરષોતમભાઇ કમાણી, ડો. શૈલેષ જાની, ગૌરાંગ ઠકકર, પરિમલભાઇ જોશી, જીતુભાઇ ગાંધી, હસુભાઇ શાહ, ઘનશ્યામભાઇ રાચ્છ, જયેન્દ્રભાઇ મહેતા, મહેશ જીવરાજાની, આશિષ વોરા, અરવિંદભાઇ શાહ, રમેશભાઇ ઢોલરીયા, ગુણુભાઇ ઝાલાવડી, હરીશભાઇ હરીયાણી, કેતન મેસવાણી, જીજ્ઞેશ પુરોહીત, હિતેશ માવાણી, જયેન્દ્રભાઇ મહેતા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનુપમ દોશી, ડો. શૈલેષ જાની, મુકેશ દોશીએ પ્રાસંગીક પ્રચવન કરેલ. સન્માનના પ્રત્યુતરમાં રામભાઇ મોકરીયાએ પણ આભારની લાગણી વ્યકત કરી હતી.

(3:12 pm IST)