Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજકોટમાં બંધની કોઈ અસર નહીઃ વ્યાપાર- ધંધા રાબેતા મુજબ ચાલુ

રાજકોટઃ પેટ્રોલ- ડીઝલના સતત વધી રહેલા ભાવો, જીએસટી, ઈવેબિલ સહિતના મુદ્દે દેશભરના વેપારીઓએ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી નથી.રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં રાબેતા મુજબ જ વ્યાપાર ધંધા ચાલુ છે. વેપારીઓએ નિત્યક્રમ મુજબ આજે પણ ધંધા રોજગાર ચાલુ રાખેલ છે. દુકાનદારોની દુકાનો પણ નિયત મુજબ આજે પણ ખુલ્લી જોવા મળી છે.દરમિયાન જીએસટીમાં રહેલ ખામીઓ દૂર કરવા માટે સરકાર ઉપર દબાણ લાવવા અમુક ફેડરેશનો દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. દેશના અમુક ભાગોમાં બંધને પ્રતિસાદ મળ્યો છે. જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બંધની કોઈ જ અસર નથી.

(3:17 pm IST)