Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

કેશોદના કેવદ્રાના ૭૦ વર્ષના રૃડીબેનનું ઘરમાં પડી જતાં મોત

હાર્ટએટેક આવતાં પડી ગયા હતં: રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: કેશોદના કેવદ્રામાં રહેતાં રૃડીબેન પ્રેમજીભાઇ ગોરફાડ (ઉ.વ.૭૦)ને શનિવારે સવારે સાડા દસેક વાગ્યે ઘરે પડી જતાં બેભાન થઇ જતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે સવારે અહિ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર રૃડીબેનને સંતાનમાં ચાર પુત્રી અનેબે પુત્ર છે. પોતે ઘરમાં હતાં ત્યારે હાર્ટએટેક આવી જતાં પડી ગયાનું સ્વજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને તોૈફિકભાઇ જુણાચે કાગળો કરી કેશોદ પોલીસને જાણ કરી હતી.

(3:24 pm IST)