Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

દુધસાગર રોડની ૧ર સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્‍ત

રૈયા રોડ અને કોઠારીયા રોડ પર અશાંત ધારો લાગુ છેઃ આ ઉપરાંત ઢેબર રોડ અને ભકિતનગર સોસાયટી આસ પાસ અને ગાયકવાડી-જંકશન વિસ્‍તારોને અશાંતધારામાં સમાવિષ્‍ટ કરવા દરખાસ્‍ત બાદ વધુ એક દરખાસ્‍તઃ પ્રાંત અધિકારી અહેવાલ તૈયાર કરી ગૃહ વિભાગમાં મોકલશે

રાજકોટ તા.ર૬  : રાજકોટ શહેરના દુધસાગર રોડ  વિસ્‍તારની ૧ર સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા કલેકટોરેટમાં દરખાસ્‍ત થયાનું જાણવા મળે છે. આ દરખાસ્‍ત અંતર્ગત સીટી સર્વે, સબ રજીસ્‍ટ્રાર અને મામલતદાર પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્‍યા છે. આ અભિપ્રાય આવ્‍યા પછી પ્રાંત અધિકારી દ્વારા સંપુર્ણ અહેવાલ તૈયાર કરી ગૃહ વિભાગને સોંપવામાં આવશે. મળતી માહિતી મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ, દુધની ડેરી, જયહિન્‍દ નગર, ગંજીવાડા, શિવાજીનગર, ચુનારાવાડ, રાજારામ સોસાયટી, સીતારામ સોસાયટી, આંબાવાડી, ન્‍યુ શકિત સોસાયટીના વિસ્‍તારોમાં કોઇ એક કોમ્‍યુનીટીની બહુમતી ન થાય તે માટે અશાંત ધારો લાગુ કરવા માંગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રૈયા રોડ અને કોઠારીયા રોડ ઉપર સરકારે અશાંતધારો લાગુ  કરી દીધો છે. જયારે જંકશન - ગાયકવાડી અને ઢેબર રોડ તથા ભકિતનગર વિસ્‍તારમાં અશાંત ધારો લાગુ કરવાની દરખાસ્‍ત થયા બાદ દુધસાગર રોડની આ ત્રીજી દરખાસ્‍ત થઇ છે. આવતા દિવસોમાં અહેવાલ ગૃહ વિભાગને સુપ્રત કરાયા બાદ સરકાર નિર્ણય લેશે.

(4:06 pm IST)