Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ખાદ્યતેલોમાં ૧૦થી ર૦ રૂા.નો ઘટાડો

સીંગતેલ અને પામતેલમાં ૧૦ તથા કપાસીયા તેલમાં ર૦ રૂા. તૂટયા : કેન્‍દ્ર સરકારે ડયુટી ઘટાડતા ભાવમાં ઘટાડો

રાજકોટ, તા. ર૬ :  કેન્‍દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવો અંકુશમાં લેવા ડયુટી ઘટાડતા આજે ખાદ્યતેલોના ભાવોમાં ૧૦ થી ર૦ રૂા. નો ઘટાડો નોંધાયો છે.

સ્‍થાનીક બજારમાં કેન્‍દ્ર સરકારે ખાદ્યતેલોમાં ડયુટી ઘટાડતા તેમજ ઇન્‍ડોનેશિયા દ્વારા પામતેલના નિકાસ ઉપર પ્રતિબંધ દૂર કરાતા સીંગતેલમાં ૧૦ રૂા. ઘટયા હતા. સીંગતેલ લૂઝ (૧૦ કિગ્રા) ના ભાવ ૧પ૭૦ રૂા. હતા તે ઘટીને ૧પ૬૦ રૂા. તથા સીંગતેલ નવા ટીનાના  ભાવ ર૬૮૦ થી ર૭૩૦ રૂા. હતા તે ઘટીને ર૬૭૦ ની ર૭ર૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

પામતેલમાં પણ ૧૦ રૂા. તૂટયા હતા. પામતેલ લૂઝના ભાવ ૧પ૧૦ રૂા. હતા. તે ઘટીને આજે બપોરે ૧પ૦૦ રૂા. તથા પામટીનના ભાવ ર૪૬પ થી ર૪૭૦ રૂા હતા તે ઘટીને ર૪પપ થી ર૪૬૦ રૂા. થયા હતા. પામતેલની આયતો શરૂ થતા પામતેલમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

જયારે કપાસીયા તેલમાં આજે ર૦ રૂા. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧પર૦ રૂા. હતા તે ઘટીને ૧પ૦૦ રૂા. તથા કપાસીયા ટીનના ભાવ ર૬૧૦ થી ર૬૬૦ રૂા. હતા. તે ઘટીને રપ૯૦ થી ર૬૪૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. આગામી દિવસોમાં હજુ પણ તમામ ખાદ્યતેલના ભાવો તૂટશે તેવો વેપારી સુત્રોએ નિર્દેશ આપયો હતો.

(3:05 pm IST)