Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા બેઠકોનો ધમધમાટ

રાજકોટ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીની ઉપસ્‍થિતીમાં આટકોટમાં કે.ડી. પરવાડીયા હોસ્‍પિટલ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયુ છે. ત્‍યારે જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઉપલેટા, ભાયાવદર, ધોરાજી, જેતપુર, જામકંડોરણા સહીત તમામ તાલુકાઓનો પ્રવાસ કરી લોકાર્પણ કાર્યક્રમમાં જોડાવા અંગે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જેમાં લોધીકા તાલુકામાં જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા અ.જા. મોરચા પ્રમુખ કિશોરભાઇ ખીમસુરીયા, જિલ્લા કિસાન મોરચા મંત્રી  પ્રવિણસિંહ ડાભી, જિલ્લા અનુ.જાતિ ઉપપ્રમુખ વજુભાઇ મકવાણા, આઇ.ટી. ઇન્‍ચાર્જ જસવંતભાઇ દાફડા, લોધીકા તા.પં.  ઉપપ્રમુખ કિશોરભાઇ સહીતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લાના લોકોને બહોળી સંખ્‍યામાં લોકોર્પણ સમારોહમાં સામેલ થવા અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડે અપીલ કરી હતી.

 

(3:12 pm IST)