Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સેન્‍ટ્રલ બેંક દ્વારા યોજાયા ફાયનાન્‍સીયલ ઇન્‍કલુઝન કેમ્‍પઃ ગ્રાહકલક્ષી અભિગમના વખાણ

રાજકોટ  : સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, રીજીયોનલ ઓફીસ, રાજકોટ, તરફથી આઝાદીના અમૃત મહોત્‍સવ ઉપક્રમે ફાયનાન્‍સીયલ ઇન્‍કલુઝન નાણા મંત્રાલય, દિલ્‍હીની યોજના હેઠળ શ્રી હિતેષ રાવલ (એ.જી.એમ.) ઝોનલ ઓફીસ, અમદાવાદ અને શ્રી કે. પાર્થસારથી  નાયડુ રીજીયોનલ હેડના માર્ગદર્શન નીચે તા. રપ/પ/ર૦રરના રોજ જયરાજ પ્‍લોટ, શાખા મેટોડા શાખા અને શાપર-વેરાવળ શાખાના અલગ અલગ કેમ્‍પ યોજાયેલ આ કેમ્‍પમાં પ્રધાનમંત્રી સુરક્ષા યોજના પ્રધાનમંત્રી જીવનજયોતી યોજના, અટલ પેન્‍શન યોજના, મુદ્રાલોંગ, ડીજીટલ ઇન્‍ડીયા પ્રધાનમંત્રી સ્‍વરોજગાર યોજના વિશે જાણકારી આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ગ્રાહકોને મુદ્દાલોન તેમજ પ્રધાનમંત્રી સ્‍વરોજગાર યોજના વીષે જાણકારી આપવામાં આવેલ. ઉપરાંત આ કેમ્‍પ ઉપક્રમે ૭પ૦ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, ૪૦૦ જીવનજયોતી યોજના , ૧૪૬ એપીવાય, પ૯ પ્રધાનમંત્રી જનધન યોજનાનો ગ્રાહકોને લાભ આપવામાં આવેલ છે.

(4:00 pm IST)