Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના વિદ્યાર્થી ગામી રુદ્ર જીતેન્‍દ્રભાઈએ સમગ્ર ગુજરાત બોર્ડમાં ૯૯.૯૯ PR સાથે પ્રથમ ક્રમાંક મેળવી ડંકો વગાડ્‍યો : વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવ્‍યા

ધો.૧૦ના ૧૬ વિદ્યાર્થીઓમાંથી ૧ વિદ્યાર્થી ૯૯.૯૯ PR સાથે બોર્ડમાં પ્રથમ સ્‍થાને, ૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ,૭ વિદ્યાર્થીઓએ A2 મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલઃ સતત ૨૩માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખતા ધોરણ ૧૦ ના છાત્રોને ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્‍ટનું નામ રોશન કર્યુ

રાજકોટ, તા. રપ : આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા પરંતુ ભણવામાં અત્‍યંત તેજસ્‍વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિના મૂલ્‍યે પૂરી પાડતી સંસ્‍થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ધો.૧૦ના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા બોર્ડનાં પરિણામોમાં ઉત્‍કૃષ્ટ ટકાવારી સાથે ઝળહઇતી સફળતા મેળવી સતત ૨૩માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્‍યો છે. તમામ છાત્રોને ટ્રસ્‍ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્‍ચ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

આજરોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરતા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા ૭ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્‍કર્ષ પરિણામ મેળવેલ. જેમાં ગામી રુદ્ર જીતેન્‍દ્રભાઈ ૯૯.૯૯ A1  સાથે બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલ અને પંડિત મમતા, મહેતા ઉત્તમ, સિંગ સુસ્‍મિતા અને યા દવ અલ્‍પનાએ. બોર્ડમાં A1  ગ્રેડ તથા ભંડેરી ખુશ, વાંગડિયા દિપક, પનારા દક્ષ, બોચિથા રીટા, ભલસોડ ઓમ, ગઢીથા સિદ્ધાર્થ અને ગોહેલ નંદિની A2  ગ્રેડ મેળવેલ.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્‍ટ દ્વારા દત્તક લેવાતા બાળકોને ધોરણ-૮માં શહેરની શ્રેષ્ઠ સ્‍કુલોમાં એડમીશન અપાવી તેમને ધોરણ ૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્‍કુલ ફી, પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ-મોજા, દફતર સહિતનો તમામ ખર્ય ટ્રસ્‍ટ ભોગવે છે. ઉપરાંત ગ્રુપ ટયુશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સ્‍કૂલે જવા આવવા માટે સાથકલ પણ આપવામાં આવે છે. તેમજ જરૂર પડ્‍યે વિના મૂલ્‍યે આરોગ્‍ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્‍ટ ભોગવે છે. છેલ્લા ૨૪ વર્ષથી સંસ્‍થા દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રોજેક્‍ટની શરૂઆતની બેચના વિદ્યાર્થીઓ હાલમાં ડોક્‍ટર, એન્‍જિનિયર, અધ્‍યાપક, ફાર્મસી સહિતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચુકયા છે અને પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

વિદ્યાર્થીઓના ઘડતરની વ્‍યક્‍તિગત કાળજી લેવા માટે ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી, અમિનેષભાઈ રૂપાણી, કમીટી મેમ્‍બર્સ શ્રી જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિથા, હસુભાઈ ગણાત્રા,  સી.કે.બારોટ, મીરાંબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ જહેમત ઉઠાવે છે.

વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટનો રૂબરૂ અથવા ફોન નંબર ૨૭૦૪૫૪૫ અથવા ૨૭૦૧૦૯૮ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

(2:05 pm IST)