Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રામાણી પરિવારનું ગૌરવ

રાજકોટ : માર્ચ-૨૦૨૩માં લેવાયેલ ધોરણ-૧૦ની પરીક્ષામાં ડિસ્‍ટ્રીકલ કોર્ટમાં આસીસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા હરકિશનભાઇ એમ.રામાણીનાં પુત્ર રામાણી ગૌરાંગ હરકિશનભાઇએ ૯૫.૩૧ પીઆર મેળવી રામાણી પરિવાર લેઉવા પટેલ સમાજ, બીએપીએસ સ્‍વામિનારાયણ વિદ્યા મંદિર-ગોંડલનું ગૌરવ વધારેલ છે. દિવ્‍યાબેન, હરકિશનભાઇ, હેન્‍સીબેન, શાળા પરિવાર વિગેરેએ અભિનંદન શુભેચ્‍છા પાઠવેલ છે.

(10:26 am IST)