Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શંગાદશહરા, ગંગાજી અવતરણઃ ગંગાજી પુજન

 

પુરાણોના મત ઉપર જેઠસુદ એકમથી જેઠ સુદ દશમના દિવસો સુધી ગંગાજીનો ઉત્સવ થાય છે, અને જેઠ સુદ દશમના દિવસે ગંગાજી સ્વર્ગ લોકમાંથી, પૃથ્વીલોક ઉપર પધાર્યા અને દશે ઇન્દ્રીયો ઉપર વિજય અપાવીને પ્રભુ મીલનની ઇચ્છા પુરી કરી.

શ્રીમદ્દભાગવતની અંદર ગંગાજીના ત્રણ સ્વરૃપ છે, (૧) આધી ભૌતિક સ્વરૃપ (૨) આધ્યાત્મિક સ્વરૃપ (૩) આધી દૈવિક ગંગાજી સ્વર્ગલોકમાં વહેતા હોવાથી સરિતા કહેવામાં આવે છે. વામન ભગવાને બલીરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માગી અને બલીરાજાએ પૃથ્વી આપવાનો સંકલ્પ કર્યો. વામન ભગવાને પ્રથમ પગલુ પૃથ્વી પર ધર્યુ અને બીજું પગલું સ્વર્ગલોક ઉપર ધર્યુ. વામનભગવાનનો આ ચમત્કાર જોઇ દેવો ગભરાઇ ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને રક્ષા કરવા વિનંતી કરી.

પવિત્ર જળથી પ્રભુના પગ ધોયા અને પુજન કર્યુ. આથી વામન ભગવાન પ્રસન્ન થયા, ભગવાન શ્રી હરીના ચરણકમળમાંથી ગંગાજી પ્રગટ થયા તેથી ચરણ, પંજા કહેવાયા અને ગંગાજીના સ્વર્ગલોકમાંથી અવતરણની કથા પણ છે

રાજા ભગીરથે પુર્વજોના આત્માના કલ્યાણ (મોક્ષાર્થે) તપ કરતા, ગંગાજી પ્રસન્ન થયા અને પૃથ્વી પર અવતરણ કર્યુ ભગવાન શિવજીની જટાદ્વારા ગંગાજીએ પૃથ્વી પર અવતરણ કર્યુ. જેથી જેઠસુદ ૧૦ દશમને દિવસે ગંગાજીનું પુજન કરવામાં આવે છે. અને ગંગાદશહરાનું મહાત્મય છે. ગંગાજીને કોટી કોટી વંદન

લી.શાસ્ત્રી બટુક મહારાજ

કાળીપાટ સ્વામિનારાયણ મંદિરના પુજારી કાળીપાટ મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(10:35 am IST)