Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટમાં અખિલ ગુજરાત સિપાહી સમાજનો ઐતિહાસિક એવોર્ડ અને સન્‍માન સમારંભ

મુસ્‍લિમ સમાજના ધર્મગુરૂ પીરે તરિકત (અલ્‍હાજ) દાદાબાપુ (સાવરકુંડલા વાળા)ના મુબારક હાથે સિપાહી હોસ્‍ટેલનો શિલાન્‍યાસ કરાશે : વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ થી પોસ્‍ટ ગ્રેજયુએટ સુધી તમામ ફેકલ્‍ટીઝમાં ૭૦% ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્‍માન થશે : રાજયભરના સિપાહી સમાજના અગ્રણી, ગૌરવ અપાવનાર અને સેવાભાવીઓને અપાશે ‘સિપાહી રત્‍ન એવોર્ડ', ‘સિપાહી ગૌરવ એવોર્ડ', ‘સિપાહી મહિલા ગૌરવ એવોર્ડ', ‘સિપાહી પ્રતિભા સન્‍માન', ‘સિપાહી સેવા સન્‍માન' અને ‘સિપાહી પત્રકાર સન્‍માન' થી નવાજવામાં આવશે : ૧૦ જુને આયોજન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૬ : દુનિયાભરમાં વસતા વફાદાર, ઈમાનદાર અને શાંતિપ્રિય તેમજ પ્રખર રાષ્ટ્રવાદી સિપાહી સમાજની માતૃ સંસ્‍થા અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા સિપાહી વિદ્યાર્થી હોસ્‍ટેલ ના શિલાન્‍યાસ અને રાજય કક્ષાનો ભવ્‍ય અને ઐતિહાસિક એવોર્ડ અને સન્‍માન સમારોહનું આયોજન આગામી તારીખ ૧૦ જૂન ૨૦૨૩ ને શનિવારના રોજ રાજકોટ ખાતે દ્વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં સવારે નવ કલાકે, રાજકોટ - જામનગર હાઇવે રોડ, ઘંટેશ્વર પાસે ચીથરીયાપીર પીરની દરગાહ પાછળ આવેલ AGSS માલિકીની જમીન ઉપર મુસ્‍લિમ સમાજના ધર્મગુરૂ પીરે તરિકત (અલ્‍હાજ) દાદાબાપુ (સાવરકુંડલા વાળા) ના મુબારક હાથે હોસ્‍ટેલ માટે શિલાન્‍યાસ કાર્યક્રમ રાખેલ છે, જયારે બપોરે એક થી છ વાગ્‍યા સુધી, રાજકોટના હેમુ ગઢવી હોલ' ખાતે રાજય કક્ષાનો ભવ્‍ય અને ઐતિહાસિક એવોર્ડ અને સન્‍માન સમારોહ યોજાનાર છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજયમાં વસતા મુસ્‍લિમ સમાજમાં અંદાજે ૪૦ લાખ કરતા વધુ વસ્‍તી ધરાવતા શિક્ષિત, નોકરિયાત, અને શાંતિપ્રિય સિપાહી સમાજ દર વર્ષે રાજયભરના તેજસ્‍વી સિતારાઓ, સમાજ અગ્રણીઓ અને સેવાભાવી ભાઈઓ બહેનોનું સન્‍માન કરીને પ્રોત્‍સાહિત કરવાનું કામ કરે છે અને સિપાહી જોડો મહાઅભિયાન' શરૂ કરીને સમગ્ર વિશ્વમાં વસતા સિપાહી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરી રહ્યું છે, ગત વર્ષે અમદાવાદ ના ટાગોર હોલ ખાતે ઐતિહાસિક કાર્યક્રમની સફળતા બાદ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ ખાતે દ્વિવિધ કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજના ટ્રસ્‍ટીઓ, પ્રમુખ અલ્‍હાજ અબ્‍દુલરશીદભાઈ કાઝી (કોટડા સાંગાણી), મહામંત્રી હનીફભાઇ ખોખર (જૂનાગઢ), મહિલા પાંખના અધ્‍યક્ષ ડો. શહેનાઝબેન બાબી (જેતપુર), અને એડવોકેટ રફીકભાઇ મોગલ (અમરેલી) ના માર્ગદર્શનમાં તેમજ યુવા પાંખના પ્રમુખ સાજીદભાઈ ખોખર (રાજકોટ), ખજાનચી સુહેલભાઈ સિદ્દીકી (જૂનાગઢ), પ્રવક્‍તા રુસ્‍તમભાઇ રાઠોડ (સુરત) મીડિયા પ્રભારી ઇકબાલભાઇ ગોરી (સાવર કુંડાલા) તેમજ સમગ્ર પ્રોગામ પ્રોજેક્‍ટને સફળ બનાવવા માટે પ્રોજેક્‍ટ ચેરમેન તરીકે પોરબંદરના DIET ઓફિસર અને AGSS શિક્ષણ સમિતિના ચેરમેન ડો. અલ્‍તાફખાન રાઠોડ, પ્રોજેક્‍ટ વાઇસ ચેરમેન તરીકે મોઅઝમખાન પઠાણ (મહેસાણા), રુસ્‍તમભાઇ ડોડીયા (સુરત), મુન્નાખાન પઠાણ (જામનગર), અયુબભાઇ શેખ (મોડાસા) અબ્‍દુલકાદરભાઈ ચૌહાણ (રાજકોટ), મહેબુબભાઇ મલેક (સિહોરી), ફારૂકખાન પઠાણ (રાજકોટ) પત્રકાર મુસ્‍તાકભાઈ બેલીમ (રાજકોટ) વિગેરેને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ અને સિપાહી હોસ્‍ટેલ બાંધકામ માટે ઉદાર હાથે ડોનેશન આપવા આયોજકો દ્વારા સિપાહી સમાજને અપીલ કરવામાં આવી છે.

તારીખ ૧૦ જૂન ૨૦૨૩ ને શનિવારના રોજ રાજકોટ ના હેમુ ગઢવી હોલ' ખાતે યોજાનાર રાજય કક્ષાનો ભવ્‍ય એવોર્ડ અને સન્‍માન સમારોહમાં સિપાહી સમાજના તેજસ્‍વી સિતારાઓ, AGSS માં આજીવન સેવા આપનાર, સમાજને ગૌરવ અપાવનાર, સેવાભાવી સંસ્‍થા ચલાવનાર, નોકરી મેળવનાર અને પત્રકાર ભાઈઓ, બહેનો અને યુવાનોને વિવિધ એવોર્ડ્‍સ થી સન્‍માનિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ થી પોસ્‍ટ ગ્રેજયુએટ સુધી તમામ ફેકલ્‍ટીઝ માં ૭૦% ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરવાની રહેશે, શિક્ષણ ક્ષેત્રે સિધ્‍ધી મેળવનાર વિદ્યાર્થીઓએ અને વિવિધ એવોર્ડ્‍સ માટે યોગ્‍યતા ધરાવનાર સિપાહી સમાજના ભાઈઓ / બહેનોએ આધારભૂત ડોક્‍યુમેન્‍ટ્‍સ તેમજ જરૂરી તમામ વિગતો ગૂગલ ફોર્મ, વેબ સાઈટ મારફત તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. આ માટે મહામંત્રીઃ હનીફભાઈ ખોખર - ૯૪૨૬૪ ૫૭૨૬૪, પ્રવક્‍તા રૂસ્‍તમભાઈ રાઠોડ - ૭૯૯૦૦ ૮૩૬૮૯, ખજાનચીઃ સુહૈલભાઈ સિદ્દીકી - ૯૪૨૭૯ ૭૪૯૮૫, રાજકોટ શહેર મહામંત્રીઃ ફારૂકખાન પઠાણ - ૯૮૨૪૫ ૦૭૭૮૬, મીડિયા ઇન્‍ચાર્જ પત્રકાર મુસ્‍તાકભાઈ બેલીમ - ૯૩૨૭૬ ૬૬૫૬૬ નો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

રાજકોટ ખાતે યોજાનાર સિપાહી સમાજના ઐતિહાસિક કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શબ્‍બીરભાઈ કુરેશી (રાજકોટ) ઝકવાનભાઈ કુરેશી (વિજાપુર), ઇકબાલભાઇ ખોખર (ભાવનગર), નઝીરભાઈ મલેક (વાઘનગર), સલીમભાઈ કુરેશી (અમરેલી), હુસેનખાન પઠાણ (જામનગર), રફીકભાઇ ચૌહાણ (અમરેલી) અલ્‍તાફભાઈ પઢીયાર (વડોદરા), મહેબુબભાઇ ચૌહાણ (સુરત), ઈમરાનભાઇ શેખ (ભાવનગર), ઈમ્‍તિયાઝભાઈ શેખ (રાજકોટ), હાજી ઐયુબખાન પઠાણ (રાજકોટ), રફીકભાઇ મકવાણા (સુરેન્‍દ્રનગર), સિકંદરભાઈ સોલંકી (સુરત), નઝીરભાઈ સોલંકી (લીંબડી), હમીદભાઇ સૈયદ (અમદાવાદ), વહાબભાઈ કાઝી (પાલીતાણા), ઈબ્રાહિમભાઈ બેલીમ (રાજકોટ), હાજી સુહેલભાઈ કાઝી (રાજકોટ), પત્રકાર હારૂનભાઇ નાગોરી (મહેસાણા), પત્રકાર સાજીદભાઈ બેલીમ (સુરેન્‍દ્રનગર), પત્રકાર જાવેદખાન પઠાણ (અમરેલી), પત્રકાર શાહરુખભાઈ ચૌહાણ (મોરબી) વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:28 am IST)