Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગૌમેળામાં મહેરામણ : રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ

રોજ જુદા જુદા પરિસંવાદ : ગાયના મહિમા વિષે જનજાગરણ : ગૌ આધારિત ઉદ્યોગો માટે અમૂલ્‍ય અવસર

રેસકોર્ષમાં ડો. વલ્લભભાઇ કથીરિયાની ટીમ દ્વારા યોજાયેલ ગૌમેળા પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આયોજક અગ્રણીઓએ આવકારેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોત તા.૨૬ : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં જી.સી.સી.આઈ દ્વારા આયોજિત ગૌ ટેક ૨૦૨૩ એક્‍સપોનું બુધવારે સાંજે કેન્‍દ્રીય કૃષિ અને પશુપાલન ડેરી, મત્‍સ્‍ય ઉધોગ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા તેમજ સંતો મહંતોએ દીપ પ્રાગટ્‍ય કરીને ઉદ્‌ઘાટન કર્યું હતું. ડો. વલભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્‍પકભાઈ મણીયાર, રાજુભાઇ ધ્રુવ, મિતલ ખેતાણી સહિતની ટીમે કરેલા આ અદભુત આયોજનમાં ત્‍યાર બાદથી શહેર ગ્રામીણ વિસ્‍તારોમાંથી લોકો આ એક્‍સ્‍પો નિહાળવા ઉમટી રહ્યા છે. ગઇકાલે છત્તીસગઢ, ઉત્તરાખંડ, મુંબઇ, તામિલનાડુ, દુબઇ, સાઉથ આફ્રિકા સહિતના ગૌ પ્રેમીઓએ કામધેનુ નગરીનો ગૌ વૈભવ મન ભરીને માણ્‍યો હતો.આજે રાત્રે ૮.૩૦ વાગ્‍યે સંગીત સંધ્‍યા રાખેલ છે.

ઉપરાંત ધારાસભ્‍ય મોરબી કાંતિલાલ અમૃતિયા, મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર કંચનબેન સિદ્ધપુરા, ગોવિંદભાઈ પટેલ, લખાભાઈ સાગઠિયા, ગૌ સેવક ધીરૂભાઈ રામાણી તેમજ ત્રિકમદાસજી મહારાજ (સચ્‍ચિદાનંદ મંદિર અંજાર), ગિરીશ ગજાનંદ (પાલનપુર કૃષિ યુનિવર્સિટી વાઇસ ચાન્‍સલર), કમલસાધુ ટાવરી (દહેરાદુન), નિરંજન વર્મા (તામિલનાડુ), ફરહાન કુરેશી (છત્તીસગઢ), સચિદાનંદ ઉપાસને (બીજેપી પ્રવક્‍તા છત્તીસગઢ), ડો. સંજયકુમાર (ઉત્તરાખંડ), મધુકાંતાબેન દોશી (મુંબઇ), ગિરીશ જગાણી (પાલનપુર), કમલેશ શાહ (જીવદયા ગ્રુપ મુંબઇ), ચિંતન ભટ્ટ, મુનેશ પુરોહિત (ચીલી, સાઉથ આફ્રિકા) સહિતના ગૌ સેવા પ્રેમીઓ એક્‍સ્‍પોની મુલાકાતે આવ્‍યા હતા. તમામ લોકોએ એક જ સુરમાં આ આયોજનને વખાણી હતી.

ઉપરાંત જયોતીન્‍દ્રભાઈ મહેતા, જયેશભાઇ બોધરા, પ્રતીક સંઘાણી, શંકર મહારાજ, મનસુખભાઇ ખાચરિયા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, વિનુભાઈ પરમાર, મનીષભાઈ રાડીયા, લીનાબેન શુકલા, હિતેશભાઈ જાની સહિતના ગૌ સેવકો, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મહિલાઓ બહોળી સંખ્‍યામાં લોકોએ એક્‍સ્‍પોની મુલાકાત લીધી હતી.

ગઇકાલે આયોજિત પ્રથમ સેશનમાં સવારે ડો. પરાગ રાજપરા (એસો.પ્રો. ડિપાર્ટમેન્‍ટ ઓફ મિકેનિકલ એન્‍જીનીયરીંગ, મારવાડી યુનિ. રાજકોટ) રિન્‍યુબલ એન્‍ડ સસ્‍ટેનેબલ એનર્જી સોર્સીઝ ઓફ ડિફરન્‍ટ સેકટર વિષયક પ્રવચન આપ્‍યું હતું. ડો. વીરેન્‍દ્ર વિજય (આઈ.આઈ ટી. દિલ્‍હી) સરકાર, મિનિસ્‍ટ્રી અને સી.એસ.આરની ફાઇનાન્‍સિયલ સ્‍પોર્ટ સિસ્‍ટમ વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી. સુરેશ ભારતી અને પાંજરાપોળ સુરત સક્‍સેસ સ્‍ટોરી વર્ણવી હતી. જયારે પ્રશ્નોતરી અને સમાધાન સ્‍વરૂપનું કનકલુઝન આપવામાં આવ્‍યું હતું.

બીજા સેશનમાં બપોરે ડો. પ્રીથી શ્રીનિવાસ જર્ની ઓફ એમ્‍પાવરિંગ લાઈવ લિહુડ્‍સ વર્ણવયો હતો. બપોરે ૪ વાગ્‍યાથી ૪.૩૦ સુધી ડો. લીના ગુપ્તા (એમ.ડી. હેબઇટેડ ઇકોલોજિકલ ટ્રસ્‍ટ, નેશનલ રિસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ સરકારી સહાય વિષયક જાણકારી આપી હતી. જયારે ૪.૩૦થી ૫ દરમ્‍યાન વિક્રાંત યુનિ. ગ્‍વાલિયર, સંજય પટેલ, એસ.પી.આર.ઇ. આણંદ અને શ્રીજી ગૌશાળા (રમેશભાઇ ઠક્કર)ની સક્‍સેસ સ્‍ટોરી વર્ણવી હતી. પ્રશ્નોતરીકાળ દરમ્‍યાન ઉપસ્‍થિતોના પ્રશ્નોના સરળ શબ્‍દોમાં ઉકેલ દર્શાવવામાં આવ્‍યા હતા જેનાથી મુલાકાતીઓ સંતુષ્ટ થયા હતા.

રાત્રે ઠંડા વાયરા વચ્‍ચે રેસકોર્સની કામધેનુ નગરીમાં રાઘવભાઈ સોમાણીના કો-ઓર્ડીનેશનમાં હિન્‍દી ગૌ કવિ સંમેલનનો રંગ ઘૂંટયો હતો. જેમાં ગુજરાતના કવિઓ ઉપરાંત રાજસ્‍થાન સહિતના રાજયોમાંથી આવેલા પ્રતિષ્ઠિત કવિઓ સુનિલ વ્‍યાસ, લોકેશ મહાકાલી, મનોજ ગુર્જર, રાજેન્‍દ્ર ગોપાલ વ્‍યાસ, બજરંગસિંહ બ્રજ, મોનિકા હટીલા, ઓમ તિવારીએ ગૌ-ગૌરવ તેમજ સનાતની સભ્‍યતા અને ભારતીય પરંપરાનું ગુણગાન ગાતી કવિતાઓની જોશભેર રમઝટ બોલાવી હતી.

આજે શ્રી જગદીશ વિશ્વકર્મા (મંત્રીએમ.એસ.એમ.ઇ. સહકાર, ગુજરાત સરકાર). તેમજ શ્રી રાઘવજીભાઈ પટેલ (મંત્રી એગ્રીકલચર એન્‍ડ એનિમલ હસબન્‍ડરી, ગૌ સંવર્ધન ) બપોરે ૨ કલાકે એક્‍સ્‍પોની મુલાકાત લેશે. તા. ૨૬ને શુક્રવારે સવારે ૧૦.૦૫થી ૧૦.૪૫ દરમ્‍યાન ડો. ગૌરવ એસ.દવે (આસી. રિસર્ચ સાઈન્‍ટીસ, બાયો સા. રી.સેન્‍ટર , એસ.ડી. એગ્રીકલ્‍ચર યુનિ. સરદાર કૃષિ નગર) કાઉ ડુંગ ડાયનામીક તથા શ્રી દિલીપભાઈ સખીયા (ગીર ગંગા પરિવાર ટ્રસ્‍ટ, કાલાવડ) પાણી અને ગાય ગોબર વિષયક સેમિનાર સંબોધશે. શ્રી રામાવતારસિંગ (ડેવલોપમેન્‍ટ કમિ. એમ.એસ.એમ.ઇ.) એન્‍ડ કેન્‍દ્રીય એમ.એસ.એમ.ઇ. મિનિસ્‍ટ્રી સરકારી સહાય વિતરણ વ્‍યવસ્‍થાની જાણકારી, માર્ગદર્શન આપશે. જયારે ૧૧.૧૫થી ૧૧.૪૫ સુધી ડો. શિવદર્શન મલિક, શ્રી ભીમરાજ શર્મા, શ્રી ધીરજ ભાલાણી, શ્રી દેશમુખ (અક્ષય ફાર્મા) અને શ્રી ભાગ્‍યશ્રી ભાખરે સક્‍સેસ સ્‍ટોરી વર્ણવશે. ૧૧.૪૫થી ૧૨.૧૫ દરમ્‍યાન પ્રશ્નોતરી સમય અને તેનું સમાધાનનું સેશન રાખવામાં આવ્‍યું છે. બપોર બાદના સેશનમાં ૩.૨૦થી ૪ કલાક સુધી ડો. હિતેશ જાની ( રીટા. પ્રિ. ગુજરાત આયુ યુનિ. જામનગર) ડેરી અને બાયો-ગોલ્‍ડ વિષયક તથા ડો. કે.કે. આહુજા (એસો.પ્રો. ડેરી. ટેકનોલોજી ડિપા. કામધેનુ યુનિ. અમરેલી), ગાયના દૂધ અને પારંપરિક ડેરી પ્રોડક્‍ટ્‍સ વિશે જાણકારી આપશે. સાંજે ૪થી ૪.૩૦ સુધી ફાઇનાન્‍સિયલ સ્‍પોર્ટ સિસ્‍ટમ વિષયક માહિતી તેમજ સાંજે ૪.૩૦થી ૫.૩૦ દરમ્‍યાન શ્રી દિલીપ સખીયા (ગીર ગોલ્‍ડ) અને શ્રી કયુમભાઈ બ્‍લોચની સક્‍સેસ સ્‍ટોરી તેમજ સવાલ-જવાબનું સેશન યોજાશે. સાંજે ૬દ્મક ૭ શ્રી કૃષ્‍ણ મુરારી સ્‍વામી (ઇસ્‍કોન વૃંદાવન) ગૌ સેવા પર પ્રવચન આપશે. રાત્રે ૮.૩૦થી રાજુભાઇ ભટ્ટ અને તેની ટિમ સંગીત સંધ્‍યામાં ગૌ ગીતોની જમાવટ કરશે.

 કાર્યક્રમને સફળ બનાવવામાં રમેશભાઈ ઘેટિયા, મિતલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, ચેતનભાઇ રામાણી, ભાનુભાઈ મેતા, અતુલભાઇ ગોંડલીયા, રાજુભાઇ ધારૈયા, નિલેશભાઈ શાહ, બિહારીદાન ગઢવી, કુમારભાઈ શાહ, પ્રભાતભાઇ ડાંગર, કાળુ મામા લલિત વડેરીયા, અરૂણભાઈ નિર્મળ કાબરીયા, રમેશભાઈ ઉઘાડ, અરવિંદભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ પરસાણા, શશીભાઈ જોશી, મનોજભાઈ મારૂ, ભરતભાઈ રબારી, વિનોદભાઈ કાછડીયા, ધર્મેશ મકવાણા, દિલીપભાઈ કલોલા, ગુણવંતભાઈ ભટ્ટ, નયનાબેન મકવાણા, નયનાબેન પેઢડીયા, મનીષભાઈ ભટ્ટ, માધવભાઈ દવે, વિશાલભાઈ ચાવડા, વરસ પરમાર, વિજયભાઈ કારીયા, નિલેશ દોશી સહિતની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે તેમ અરૂણ નિર્મળ જણાવે છે.

(11:28 am IST)