Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગૌ એકસ્‍પોમાં ભાજપના તમામ વોર્ડ સેલના કાર્યકર્તાઓ જોડાશે : કમલેશ મિરાણી

રાજકોટ,તા.૨૫ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંઠ ઠાકુરએ એક સંયુક્‍ત  યાદીના માધ્‍યમથી શહેરના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ. ગાય આધારિત ટેકનોલોજી,  પ્રોડક્‍ટસને ઉદ્યોગના પ્રમોશન માટનાં સૌથી મોટો એકસ્‍પોનો મોકો લઇને લાભ લેવા અનુરોધ કર્યો છે.

 રાજયમાંથી ગાય આધારિત ખેતીની સૌથી વધુ સફળતા મળી રહી છે. ત્‍યારે આ સફળતાને ઘ્‍યાનમાં રાખીને ભારતમાં પહેલીવાર રાજકોટ મહાનગર ખાતે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે પૂર્વ સાંસદ અને ગૌ પાલક બોર્ડના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાના માર્ગદર્શન હેઠળ સૌથી મોટો ગૌ આધારિત ઉધોગોનો એક્‍સપો નો -પ્રારંભ થયો છે 

 તા.૨૪/પ થી તા.૨૮/પ સુધી ચાલનારા આ ગો એક્‍સપોમાં શહેર ભાજપના તમામ વોર્ડના, તમામ મોરચાના, સેલના હોદેદારો-- કાર્યકર્તાઓ જોડાશે. જેમાં તા.૨૪  રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ઉદઘાટન તમામ વોર્ડના કાર્યકર્તાઓ જોડાયા હતા.

તેમજ આજે તા. ૨૫ના વોર્ડ-૧,, ,,,૬ તેમજ અનુ.જાતી મોરચો-મહીલા મોરચો, લીગલ, ડોક્‍ટર, સહકારીતા સેલ, વ્‍યવસાયીક, આર્થીક સેલ , તેમજ તા.૨૬ના સાંજે ૬ વોર્ડ-૭,,,૧૦,૧૧,૧૨ તેમજ લઘુમતી મોરચો, કીસાન મોરચો અને વ્‍યાપાર,સાંસ્‍કળતીક,શીક્ષક સેલ, બોધ્‍ધિક, સફાઈકામદાર સેલના કાર્યકર્તાઓ, તા.૨૭ના સાંજે ૬  વોર્ડ-૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮, બક્ષીપંચ મોરચો, યુવા મોરચો, માલધારી,ગૌસંવર્ધન, ભાષાભાષી સેલ,સી.એ., રમતગમત સેલના કાર્યકર્તાઓ, તા.૨૮  સાંજે ૫ કલાકે સમાપનમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે.

 આ ગૌ એક્‍સપો સમિટમાં શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ - પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કર્યો છે.

(3:42 pm IST)