Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટમાં પૂ.ધીરેન્‍દ્ર શાષાીનું ભગવો ધ્‍વજ અને અખંડ ભારતનું ચિત્ર અર્પણ કરી સ્‍વાગત કરાશે

રાષ્‍ટ્રવંદના મંચ દ્વારા

રાજકોટઃ તા.૧ અને ૨ જુનના રોજ બાગેશ્વર ધામના શ્રી ધીરેન્‍દ્ર શાષાી મહારાજના દિવ્‍ય દરબારના કાર્યક્રમને વિવિધ સંસ્‍થાઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા ભવ્‍ય પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે. તેવામાં નિવૃત આઈપીએલ અધિકારી અને ભૂતપૂર્વ ગુજરાત એટીએસના વડા શ્રી ડીજી વનજારા દ્વારા સ્‍થાપિત રાષ્‍ટ્ર વંદના મંચના રાજકોટના પદાધિકારી શ્રી બીજલભાઈ ટારીયા અને અશોકભાઈ લોકવાણી, મિતેશભાઈ સનાથરાએ શ્રી ધીરેન્‍દ્ર શાષાીજીના રાજકોટ ખાતેના દિવ્‍ય દરબાર કાર્યક્રમને આવકારી અને ભવ્‍ય સ્‍વાગત કરવાનું આહવાન કરેલું છે.

રાષ્‍ટ્ર વંદના મંચના મહામંત્રી અશોકભાઈએ જણાવ્‍યું કે શ્રી ધીરેન્‍દ્ર શાષાીનું રાષ્‍ટ્ર વંદના મંચ દ્વારા ભગવો ધ્‍વજ અને અખંડ ભારતનું ચિત્ર અર્પણ કરી અને સ્‍વાગત  કરવામાં આવશે. રાષ્‍ટ્રવંદના વંશના પદ અધિકારીઓએ ખાસ જણાવ્‍યું કે ૨૮મે રવિવારના રોજ ગાંધીનગર ખાતે શ્રી વણઝારાના નેજા હેઠળ શ્રી ધીરેન્‍દ્ર શાષાીજીનો એક દિવસનો દિવ્‍ય દરબારનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાતભરના ગુરુ વંદના મંચના સાધુ સંતો અને મહંતો પણ ઉપસ્‍થિત રહેશે.

આ સાથે જ રાજકોટ રાષ્‍ટ્રીય વંદનામંચના અધ્‍યક્ષ બીજલભાઈ ટારીયા અને મહામંત્રી અશોકભાઈ લોકવાનીએ જણાવ્‍યું કે હાલ તરત જ રાષ્‍ટ્ર વંદના મંચ રાજકોટ જિલ્લાની આજુબાજુ ગેરકાનુની રીતે રોડની વચ્‍ચોવચ બનાવી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો સામે આંદોલન ચલાવવામાં આવશે. તસ્‍વીરમાં બીજલભાઈ, અશોકભાઈ અને મિતેશભાઈ નજરે પડે છે. વધુ વિગત માટે મો.૮૦૦૦૦ ૮૮૫૦૯ ઉપર સંપર્ક કરી શકાય છે

(3:47 pm IST)