Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મુકેશભાઇ છેલ્લા ત્રણ દાયકાથી સમાજ સેવામાં સક્રીય

શહેર ભાજપના નવનિયુકત પ્રમુખને અભિનંદન આપતા રાજભા ઝાલા

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પુર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી રાજભા ઝાલાએ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ નેતૃત્વએ જાહેર કરેલ નામોમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકેની જવાબદારી ઇમાનદાર અને સેવાભાવી વ્યકિત મુકેશ દોશીને જવાબદારી આપી છે તે બદલ તેઓને રૂબરૂ મળીને શુભકામના પાઠવી અભિનંદન આપેલ   મુકેશભાઇ છેલ્લા ત્રણ દાયકાથી સમાજ સેવામાં સક્રિય છે. હું તેમને નજીકથી ઓળખું છું. તેઓના વ્યવહારમાં ભાજપની પંચ નિષ્ઠા ચરિતાર્થ થાય છે. મૃદુ તેમજ સાલસ સ્વભાવ ધરાવતા વ્યકિત છે. તદુપરાંત સામાજિક સેવાના ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. અને સૌરાષ્ટ્રના સામાજિક આગેવાનોમાં તેમનું નામ સૌ કોઇ આદરથી લે  છે તે જોતા મુકેશભાઇ સમાજસેવા ક્ષેત્રે નિવડેલા અને મેનેજમેન્ટમાં પણ માહિર વ્યકિતના શરિે રાજકોટ શહેર ભાજપના સુકાની તરીકેની જવાબદારી સોંપવા બદલ પ્રદેશ નેતૃત્વને પણ રાજભાએ અભિનંદન સહઆભાર માનેલ

(3:55 pm IST)