Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ખોડીયારનગરના રફીકભાઇ પતાણી લાપતા

રાજકોટ તા. ર૬: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતા રફીકભાઇ કાસમભાઇ પતાણી (ઉ.વ. પપ) ગત તા. ર૦ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પુત્રએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી હેડ કોન્સ. આર. કે. નાથાણીએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ પ્રૌઢ જોવા મળે તો માલવીયાનગર પોલીસ મથક ફોન નંબર ૦ર૮૧-ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:01 pm IST)