Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પી.ડી. માલવીયા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૩ જૂને શિક્ષક વંદના તથા મિલન સમારોહ

૧૯૮૯ થી ૧૯૯૨ની બેચના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ૩૧ વર્ષ બાદ કોલેજ ખાતે મળશે

રાજકોટ : શહેરની ખ્‍યાતિ પ્રાપ્‍ત તથા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં અગ્રેસર એવી પી.ડી. માલવીયા કોલેજના ૧૯૯૨માં ટી.વાય. બી. કોમ પૂર્ણ કરેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આગામી તા. ૩ જૂનના રોજ ફરી ૩૧ વર્ષ બાદ કોલેજ ખાતે મળી રહ્યા છે.

૨૦ થી ૨૨ વર્ષની ઉંમરે સાથે ભણેલા યુવા વિદ્યાર્થીઓ આજે ૫૦ વર્ષની ઉંમર વટાવી ફરી મળી રહ્યા છે ત્‍યારે પોતપોતાના કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધેલા વિદ્યાર્થીઓ પોતાની પ્રગતિમાં કોલેજના શિક્ષણ અને તેમના પ્રોફેસરોનો સિંહફાળો છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે સન્‍માન સમારોહ, પ્રીતી ભોજન તથા સંગીતમય સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

૧૯૯૨માં જેઓએ ગ્રેજ્‍યુએશન પૂર્ણ કરેલ છે એવા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને સોશ્‍યલ મીડિયા દ્વારા સંપર્ક કરવાના પ્રયત્‍નો થઈ રહ્યા છે ત્‍યારે જે કોઈ ભાઈઓ બહેનો આ સમય દરમિયાન માલવીયા કોલેજના વિદ્યાર્થીઓ રહી ચૂકયા છે. તેઓએ ત્રીજી જૂનાના રોજ સાંજે ૫ થી રાત્રે ૧૦:૩૦ દરમિયાન આયોજીત થનાર કાર્યક્રમમાં મો. ૯૯૨૪૨ ૩૪૬૪૨ પર નામ વોટ્‍સએપ ઉપર મોકલવાથી પોતપોતાના ગ્રુપની રજીસ્‍ટ્રેશન માટે લીંક તુરંત મળી જશે. રજીસ્‍ટ્રેશનની છેલ્લી તા. ૩૦ મે રાખવામાં આવેલ છે એમ અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

(4:01 pm IST)