Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શાપર - વેરાવળ પોલીસ દ્વારા કબ્‍જે કરવામાં આવેલ ૩ર લાખના દારૂના જથ્‍થાનો નાશ કરાયો

શાપર (વે) પોલીસ સ્‍ટેશન ખાતે મુદામાલ નિકાલ ઝુંબેશ સને-ર૦રર-ર૩ દરમ્‍યાન શાપર (વે) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં અલગ-અલગ જગ્‍યાએ રેઇડ કરીને કબ્‍જે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા જયપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક રાજકોટએ સુચના કરવામાં આવેલ હોય જે અન્‍વયે જયુ. ફક. મેજી. કોટડાસાંગાણી કોર્ટની મંજુરી મેળવી કે. જી. ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ, એસ. જે. રાણા, પો. સબ. ઇન્‍સ. શાપર (વે.) પો. સ્‍ટે. તથા જી. બી. જાડેજા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કોટડાસાંગાણી તથા એસ.આર. મોરી અધિક્ષકશ્રી નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટ તથા શાપર (વે) પો. સ્‍ટે. પોલીસ સ્‍ટાફના માણસોની હાજરીમાં પારડી ગામથી ઢોલરા ગામ જતા રસ્‍તા ઉપર, મેલડી માતાના મંદિર પાસે, રોડની સાઇડે આવેલ ખરાબાની ખુલ્લી જમીનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો જથ્‍થા નંગ-૧૦,૭૧૯ કિંમત રૂ. ૩ર,૦૧,૯૧૬/-નો સાવચેતી પુર્વક નાશ કરવામાં આવેલ હતો પ્રથમ તસ્‍વીરમાં ગોંડલ ડીવાયએસપી ઝાલા, જાડેજા અને છેલ્લી તસ્‍વીરમાં દારૂના જથ્‍થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું હતું તે નજરે પડે છે.

(4:04 pm IST)