Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અકસ્‍માત મૃત્‍યુના કેસમાં મૃતકના વારસોને ર૧ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ર૬: અત્રે ગુજરનારના અકસ્‍માત મૃત્‍યુ બાદ વારસોને રૂા. ર૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ) નું વળતર અદાલતે મંજુર કર્યું છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હડમતીયા ગામના સાવજુભા અલુભા જાડેજા ગઇ તા. ૧૯/૧૦/ર૦૧૯ ના રોજ પોતાનું મોટર સાયકલ ઉપર ધીરેધીરે રોડ ક્રોસ કરવા માટે જતા હતા તે વખતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની એસ.ટી. બસના ચાલકે ગુજરનાર સાવજુભાને મોટર સાયકલ સહીત હડફેટે લેતા સાવજુભાનું મૃત્‍યુ થયેલ છે. આથી તેના વારસોએ રાજકોટના અકસ્‍માત વળતરના ટ્રીબ્‍યુનલ કોર્ટ સમક્ષ વળતર અરજી દાખલ કરતા અને આવક, બેદરકારી, ડ્રાઇવીંગ સહીતના મુદે રજુઆત કરતા ટ્રીબ્‍યુનલ જજે રૂા. ૧૬,૧પ,૧૭૧/- તથા તે ઉપર ૪ વર્ષનું વાર્ષિક ૯% વ્‍યાજ સહીત વળતર ચુકવવાનો હુકમ કરતા ગુજરનાર સવજુભા અલુભાઇ જાડેજાના વારસોને આશરે રૂા. ર૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ) ની રકમ ગુજરાત એસ.ટી. નિગમને હુકમ ફરમાવેલ છે.

આ કામે એડવોકેટ જય સંજયભાઇ ગઢવી રોકાયા હતાં.

(4:06 pm IST)