Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કાનુની જંગમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ને ફટકોઃ દાવો રદ કરવાની અરજી નામંજુર

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ની તરફેણમાં થયેલ દસ્‍તાવેજ રદ કરવા થયેલ દાવો રદ કરવા કોર્ટમાં અરજી થયેલ હતી, અરજી રદ થતાં વાદી મીણબાઇ જળુનો દાવો ચાલુ રહેશેઃ કોર્ટમાં મહત્‍વનો ચુકાદો

રાજકોટ તા. ર૬: રાજકોટમાં રહેતા મીણબાઇ દેશળભાઇ જળુ, ઠે. વાંકાનેર સોસાયટી, શેરી નં.૪, જામનગર રોડ, રાજકોટનાએ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશોશીએશન (ખંઢેરી સ્‍ટીયમ) તથા સ્‍વ. નારણભાઇ દેશળભાઇ જળુના વારસો તથા સ્‍વ. કરશનભાઇ દેશળભાઇ જળુ, ઠે. જયરાજ પ્‍લોટ, શેરી નં. ૧૦/૧૩, ‘શકિતભુવન' રાજકોટનાને જોડી તેણીના પિતાની વડીલોપાર્જીત વારસાઇ હકકવાળી મિલ્‍કતમાંથી પાર્ટીશન મળવા તથા તેણીનો વારસાઇ હક ઉવેખી સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશોશીએશનની તરફેણમાં થયેલ દસ્‍તાવેજ રદ કરવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો. આ દાવો રદ કરવા થયેલ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

દાવાની વિગતો મુજબ વાદી મીણબાઇબેન સ્‍વ. દેશળભાઇ ઉકાભાઇ જળુના સંતાન છે. તેણીના પિતાશ્રીએ સ્‍વ. દેવબાઇબેન સાથે લગ્ન કરેલ અને તે લગ્નજીવનથી તેણીનો જન્‍મ થયેલ. તેણીના પિતા કોઇપણ જાતનું વીલ કર્યા વગર તેની સ્‍થાવર-જંગમ મિલ્‍કતો છોડી સને ૧૯૬ર માં અવસાન પામેલ છે. ત્‍યારબાદ તેણીના પિતાની મિલ્‍કતો બાબતે કોઇ વારસા સર્ટીફીકેટ તેમના ભાઇઓ કે તેના વારસદારો દ્વારા મેળવવામાં આવેલ નથી.

સ્‍વ. દેશળભાઇ ઉકાભાઇ જળુ ખેતી જમીનો રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મોજે ગામ ખંઢેરી મુકામે રે.સ.નં. ૧૦૦, ૧૪ર, ૧૧૬, ૧પપ તથા રપ૧ ની વિગતે આવેલ છેઅને અન્‍ય ખેતી જમીન પડધરી તાલુકાના તરઘડીના રે.સ.નં. ૬૧ની ખેતી જમીન આવેલ છે. આ ઉપરાંત જયરાજ પ્‍લોટ, રાજકોટમાં શેરી નં.૧૦ માં શકિતભુવન' અને કરણદીપ' નામના રહેણાંકના મકાનો આવેલ છે.

તેણીના કથન મુજબ તેના પિતા કેન્‍સરની સારવાર દરમ્‍યાન ગુજરી ગયેલ અને તેના પિતાએ કોઇ વીલ બનાવેલ નથી. પરંતુ તેના પિતાના અવસાન બાદ તેમના ભાઇસઓએ સને ૧૯૬૦ નો જુનો સ્‍ટેમ્‍પ ગોતી સને ૧૯૬૧માં બોગસ અને ખોટું વીલ બનાવે઼લ છે. તે વીલ કયારેય કયાંય રજુ થયેલ નથી કે તેના આધારે રેવન્‍યુ રેકર્ડ કે સરકારી વિભાગમાં નામ દાખલ થયેલ નથી. તેમ છતાં તેણીના ભાઇઓએ માતા અને બહેન (વાદી) નું નામ છુપાવી રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરાવી લીધેલ છે અને વાદીનો હકક ડૂબી જાય તે રીતે વર્તણુંક કરેલ છે. વાદી આ તમામ ગતિવિધીથી અજાણ હતા. પરંતુ તેના સ્‍વ. ભાઇઓના સંતાનોની વારસાઇ મિલ્‍કતમાં ભાગ આપવાની ઇન્‍કારીયત અનુસંધાને રેવન્‍યુ રેકર્ડની કોપી માંગતા પ્રતિવાદીઓની ગેરકાયદેસર વર્તણુંક બાબતે જાણ થયેલ, તે દરમ્‍યાનમાં પડધરી તાલુકાના ખંઢેરી ગામના રે.સ.નં. રપ૧ ની ખેતી જમીન સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશોશીએશનને વેચાણ આપવા માટે નકકી કરી જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરાવેલ, તેની સામે વાદીએ લેખિત વાંધા છાપામાં તથા વ્‍યકિતગત રીતે આપેલ હોવા છતાં રૂપિયા ૩૯,૦પ,૦૦,૦૦૦/-માં (ઓગણ ચાલીસ કરોડ પાંચ લાખ) રે.સ.નં. રપ૧ની ખેતી જમીન એકર-૧૭.૩૦ ગુંઠા વેચાણ આપવાનો દસ્‍તાવેજ તા. ૮/પ/૧૯ના રોજ કરી નાખવામાં કરી આવેલ.

અત્રે ઉલ્લેખનીય છેકે, તે દસ્‍તાવેજ પહેલાં ઉપરોકત મિલ્‍કત બાબતે વારસાઇ સર્ટીફીકેટ મેળવવા વાદીએ રાજકોટ કોર્ટમાં જુન-ર૦૧૯માં કાર્યવાહી કરી દીધેલ તેમ છતાં તે કાર્યવાહી વ્‍યર્થ ઠરે તે રીતે સૌરષ્‍ટ્ર ક્રિકેટ એશોશીએશન જોગ વાદીના ભાઇઓના વારસદારોએ વેચાણ દસ્‍તાવેજ કરી નાખતા રાજકોટ કોર્ટમાં તે દસ્‍તાવેજ રદ કરવા તથા વડીલસોપાર્જીત મિલ્‍કતમાંથી હિસ્‍સો મેળવવા દાખો દાખલ કરવામાં આવેલ છે.

આ દાવામાં પ્રતિવાદીએ મનાઇ અરજી ન સંભળાય તેવા બદઇરાદે દાવો રીજેકટ કરવા માટે અરજી આપેલ. તે અરજી કોર્ટએ નામંજુર કરતા ઠરાવેલ છે કે, વાદીના પિતા સને ૧૯૬ર માં ગુજરી ગયેલ છે. ત્‍યારબાદ કયારેય પાર્ટીઓ વચ્‍ચે લેખિતમાં પાર્ટીશન થયેલ નથી. અને ગુજરાત હાઇકોર્ટએ રોશનબેન હાજીભાઇના જજમેન્‍ટમાં ઠરાવ્‍યા મુજબ વાદીએ કયારેય તેનો હકક પ્રતિવાદીઓની તરફેણમાં જતો કરેલ નથી. લીમીટેશનનો મુદો મીકસ કવેન ઓફ ફેકટ એન્‍ડ લો' હોય, દાવો મુદત મર્યાદા બહારનો નથી અને દાવો ચોકકસ રીતે કોઝ ઓફ એકશન ધરાવે છે. જયારે રેવન્‍યુ રેકર્ડની નોંધ અન્‍વયેના સ્‍ટેટમેન્‍ટ બાબતે વાદીનો ઇન્‍કાર હોય ત્‍યારે દાવા અરજી ફેંકી દઇ શકાય નહિં. વિશેષમાં જયારે નોંધ સને ૧૯૬૭માં દાખલ કરવામાં આવી ત્‍યારે વાદી મીણબાઇબેન સગીર હતા ત.ે સંજોગોમાં તેણી સંમતિ આપી ન શકે તેવા સંજોગો છે. ઉપરોકત તમામ અર્થઘટન સાથે કોર્ટએ મીણબાઇબેન જળુનો દાવો રદ કરવાની અરજી ફગાવી દીધેલ છે અને સ્‍વ. નારણભાઇ દેશળભાઇ જળુના વારસદારો તથા સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એશોશીએશન વિગેરે સામે દાવો ચાલુ રાખવા આદેશ કરેલ છે. ઉપરોકત દાવામાં મીણબાઇ બેન વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્‍પા શેઠ, બ્રીજ શેઠ તથા પ્રકાશભાઇ બેડવા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(4:17 pm IST)