Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સ્‍વ. કિશન ધમસાણીયાની સ્‍મૃતિમાં રવિવારે રકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૨૬ : મુળ ઉપલેટાના વતની કડવા પટેલ સમાજના સેવાભાવી નિવૃત્ત શિક્ષક દંપતિ હસુભાઇ અને ભારતીબેન ધમસાણીયાના પુત્ર સ્‍વ. કિશનની તૃતિય વાર્ષિક પૂણ્‍યતીથી નિમિતે આગામી તા. ૨૮ ના રવિવારે વિવેકાનંદ યુથ કલબના સહયોગથી સવારે ૯ થી ૧ સુધી રેડક્રોસ બ્‍લડ બેંકના સથવારે રવિરત્‍ન પાર્ક મેઇન રોડ, શેરી નં. ૩, કિશન યુનિવર્સિટી રોડ ખાતે રકતદાન કેમ્‍પ યોજવામાં આવેલ છે. રકતદાતાઓને સ્‍મૃતિભેટ અને પ્રમાણપત્ર અપાશે. સમગ્ર આયોજનની સફળતા માટે હસુભાઇ ધમસાણીયા, ભારતીબેન પટેલ, અનુપમ દોશી, હિંમતભાઇ માલવીયા, અનેરી ધમસાણીયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

(4:26 pm IST)