Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સનાતન સંસ્‍કળતિના અભ્‍યાસુ વકતા જયેશ વ્‍યાસ અમેરિકાના પ્રવાસે

રાજકોટ : સંસ્‍કળતિ , સાહિત્‍ય, અધ્‍યાત્‍મ અને રાજનીતિના અભ્‍યાસુ વક્‍તા તેમજ લેખન સાથે  જોડાયેલા જયેશ વ્‍યાસ બે મહિના માટે અમેરિકાના પ્રવાસે છે. જન્‍માષ્ટમીના પર્વ પર દુરદર્શનના માધ્‍યમ દ્વારા દ્વારીકાથી રનીંગ કોમેન્‍ટ્રી તેમજ વિવિધ વિષયો પર  તેમના ૫૦૦ થી વધુ કાર્યક્રમ પ્રસારિત થયા છે. તેઓ ગુજરાત -દેશ ભાજપાના બૌદ્ધિક સેલના સંયોજક તેમજ વિવિધ જવાબદારી વહન કરેલ છે. તેમજ ટીવી ડિબેટ પ્રવકતા તરીકે સશક્‍ત અભિવ્‍યક્‍તિ સાથે જવાબદારી સુપેરે વહન કરી રહ્યા છે.

જયેશભાઈ ખૂબ સારા વક્‍તા, એનાઉન્‍સર, ડીબેટર છે. સનાતન ધર્મ ના ઉપાસક-વિચારક-ચિંતક, સંત શિરોમણી શ્રીરંગ અવધૂતના રંગે રંગાયેલા,પવિત્ર ગાયત્રીમંત્ર ના ઉપાસક પૂજ્‍ય સંતશ્રી લાલબાપુ પ્રત્‍યે અનન્‍ય શ્રધ્‍ધા ધરાવનાર ભાવિકજન છે. તેમણે  ગુજરાત ની જીવાદોરી સમી લોકમાતા નર્મદા નદીના તીર્થધામોનું અનેકવાર પરિભ્રમણ કર્યું છે. જાહેરજીવન ના અગ્રણી જયેશભાઈ બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. અમેરિકાના પ્રવાસે ગયા હોવાથી તેમને મો. ૯૪૨૭૨ ૨૧૧૦૦ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

 

(4:33 pm IST)