Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કપાસીયા તેલ -ફ્રૂટ શ્રીખંડ-દિવેલ ઘીમાં ભેળસેલ ખુલ્લી : નમૂના નાપાસ

મનપાની ફૂડ શાખાના દરોડા યથાવત :ચુનારાવાડ વિસ્‍તારમાં નિશાંતમાંથી લેવાયેલ સ્‍વસ્‍તિક રીફાઇન્‍ડ કપાસિયા તેલમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરી તથા લેબલ પર એફએસએસએઆઇ લોગો અને લાઇન્‍સ નંબર તથા એકસપાયરી ડેટ દર્શાવેલ ન હોય નમૂનો સબસ્‍ટાર્ન્‍ડડ તથા મીસ બ્રાન્‍ડેડ જાહેર :ગાયત્રીનગર મેઇન રોડ પર ૪૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગઃ ૧૧ ને નોટીસ : પ નમૂના લેવાયા : મોચીનગરમાં જલિયાણ એન્‍ટરપ્રાઇઝના ફૂટ શ્રીખંડના રીપોર્ટમાં મિલ્‍ક ફેટ ઓછા હોવાના કારણે તથા કોઠારીયા રોડ પર નિશાંત સતાશિયા પાસેથી લેવાયેલ દિવેલના ઘીમાં હળદર તથા વેજીટેબલ ફેટ ખુલતા બન્ને નમૂના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર

રાજકોટ, તા. ર૬: મ્‍યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરીજનોના જનહિતોર્થે  વિવિધ વિસ્‍તારમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જો અન્‍વયે શહેરના ગાયત્રીનગરના ૪૦ સ્‍થળોએ ચેકીંગ કરી ૧૧ ને નોટીસ આપવામાં આવી છે. જયારે વિવિધ વિસ્‍તારમાંથી લેવાયેલ ફ્રુટ શ્રીખંડ, સ્‍વસ્‍તિક રીફાઇન્‍ડ કપાસીયા તેલ તથા દિવેલ ઘીના નમૂના સબસ્‍ટાન્‍ડર્ડ તથા મીસ બ્રાન્‍ડેડ જાહેર થયા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં  જણાવ્‍યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી આ મુજબ છે.

૩ નમૂના નાપાસ

ફૂડ વિભાગ દ્વારા નિતાસ, ચુનારાવાડ શેરી નં. ૪, ડાભી હોટેલ વાળી શેરી, રાજકોટ મુકામેથી શ્રી સુનિલભાઈ હરેશભાઈ રાવતાણી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅસ્‍વસ્‍તિક રીફાઇન્‍ડ કપાસિયા તેલ (૧ લિટર.પેક્‍ડ બોટેલ)ૅ નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરી ને કારણે સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ તેમજ લેબલ પર FSSAI લોગો અને લાઇસન્‍સ નંબર તથા  એક્‍સપાયરી ડેટ દર્શાવેલ ન હોય નમૂનો મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. 

ફૂડ વિભાગ દ્વારા જય જલિયાણ એન્‍ટરપ્રાઇઝ, પ્‍લોટ નં - ૩૯૩, મોચી નગર હાઉસીંગ સોસાયટી, મોચી નગર, શીતલપાર્ક રોડ, રાજકોટ મુકામેથી જિગ્નેશભાઈ જયંતિભાઈ રૂપારેલીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅફ્રૂટ શ્રીખંડ (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિલ્‍ક ફેટ ધારા ધોરણ કરતાં ઓછા હોવાને કારણે સબસ્‍ટાન્‍ડર્ડ ફૂડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. 

ફૂડ વિભાગ દ્વારા ભક્‍તિનગર પો.સ્‍ટેશન, કોઠારીયા રોડ, સ્‍વિમિંગ પુલની બાજુમાં, રાજકોટ મુકામેથી શ્રી નિશાંતભાઈ નાગજીભાઈ સતાશિયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅ દિવેલનું ધી (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં વેજીટેબલ ફેટ તથા હળદરની હાજરી કારણે નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

ગાયત્રીનગર મેઇન રોડ પર ચેકીંગ : ૧૧ ને નોટીસ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શહેરના ગાયત્રીનગર મેઇન રોડ તથા કેવડાવાળી મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. 

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ

() ‘GO NATURAL CHEESE, CHEDDAR, ORANGE DICED (FROM 2KG. PACKED) ફાયર ગ્રીલ પીઝા, વિલિયમ જોન્‍સ પીઝા, (સુપર લેટીવ)    શોપ નં.૧,૨,૩,૪ કન્‍વેન્‍શન સેન્‍ટર, રામકૃષ્‍ણ નગર મેઇન રોડ,

(૨)‘FOOD COAST MAYONNAISE (1 KG PKD): -ફાયર ગ્રીલ પીઝા, વિલિયમ જોન્‍સ પીઝા, (સુપર લેટીવ) શોપ નં.૧,૨,૩,૪ કન્‍વેન્‍શન સેન્‍ટર,   રામકૃષ્‍ણ નગર મેઇન રોડ,

(૩) LAMILANO PIZZE RIA MILANO CHEESY SAUCE (FROM 1 KG PKD           POUCH): ક્રિસ્‍ટલ એન્‍ટરપ્રાઇઝ, લા. મિલનો પિઝેરીયા, શોપ નં.૧, ગ્રા.  ફ્‌લોર સફલ-૨, મ્‍યુનિ. કમિશનરશ્રી ના બંગલા સામે, રામકૃષ્‍ણ નગર મેઇન રોડ,.

(૪)LAMILANOPIZZERIA  MILANO CHEESE JALAPANO (FROM 1 KG PKD      POUCH): ક્રિસ્‍ટલ એન્‍ટરપ્રાઇઝ, લા. મિલનો પિઝેરીયા, શોપ નં.૧, ગ્રા. ફ્‌લોર સફલ-૨, મ્‍યુનિ કમિશનરશ્રી ના બંગલા સામે, રામકૃષ્‍ણ નગર મેઇન   રોડ રાજકોટ.

(૫) EAT LITE FAT SPREAD (FROM 500GM PKD): -જય શિવ જલારામ  એન્‍ટરપ્રાઇઝ, માધવ આર્કેડ, 1st ફ્‌લોર, ICICI બેંકની ઉપર, રામક્રુષ્‍ણ આશ્રમ   મેઇન રોડ, બગીચાની સામે,

(૬) PNABHUT MOZZA RELLA CHEESE BLEND (FROM 2 KG PKD): જય શિવ જલારામ એન્‍ટરપ્રાઇઝ, માધવ આર્કેડ, 1st ફ્‌લોર, ICICI બેંકની       ઉપર, રામક્રુષ્‍ણ આશ્રમ મેઇન રોડ, બગીચાની સામે,

(૭) TRULICIOUS MAYON NAISE PREMIUM (1 KG PKD): સ્‍થળ જય શિવ     જલારામ એન્‍ટરપ્રાઇઝ, માધવ આર્કેડ, 1st ફ્‌લોર, ICICI બેંકની ઉપર,         રામકૃષ્‍ણ આશ્રમ મેઇન રોડ સહિત કુલ ૭ નમૂના લેવામાં આવ્‍યા હતા.

(4:52 pm IST)