Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેનાલ રોડ પર વિશાળકાય વૃક્ષ તૂટી પડયાઃ એક્‍ટીવા ચાલક ઘાયલ થયા

ફાયર બ્રિગેડની ટીમે ઘાયલને બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડયાઃ રસ્‍તો ખુલ્લો કરાવ્‍યો

રાજકોટ તા. ૨૬: શહેરના કેનાલ રોડ પર બપોરે એક વિશાળકાય લીમડાનું વૃક્ષ એકાએક તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. વૃક્ષ તૂટીને એક એક્‍ટીવાચાલક પર પડતાં તેઓ દબાઇ ગયા હતાં અને ઇજા પહોંચી હતી. જાગૃત નાગરિક જયસુખભાઇએ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને દબાયેલા વ્‍યક્‍તિને બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડવા તજવીજ કરી હતી. તસ્‍વીરમાં ઘટના સ્‍થળે વૃક્ષ તૂટી પડયું તે તથા એકઠા થયેલા લોકો અને ઘાયલ થયેલા વ્‍યક્‍તિ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(4:46 pm IST)