Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મનોદિવ્‍યાંગ બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ

બુધવારે વન્‍ડર સ્‍પોર્ટસ એકેડમી દ્વારા રેસકોર્સ મેદાનમાં એક દિવસીય આયોજન

રાજકોટ તા. ર૬ :.. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મનો દિવ્‍યાંગ બાળકો માટે વન્‍ડર સ્‍પોટર્સ એકેડમી દ્વારા સૌપ્રથમ વખત તા. ૩૧ મે બુધવારના એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સાંજના ૪-૩૦ થી રાત્રીના ૭-૩૦ દરમ્‍યાન રેસકોર્સ, બાલભવનના ગેટ નં. પ ની અંદર રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.જેમાં ૬ વર્ષથી ૪૦ વર્ષ સુધીના ૩પ મનો દિવ્‍યાંગો ખેલાડીઓ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે. એકેડમી દ્વારા દર રવિવારે સવારે ૯ થી ૧૧-૩૦ દરમ્‍યાન મનો દિવ્‍યાંગ બાળકો માટે વિવિધ રમતો અંગેની ટ્રેનીંગ અપાઇ રહી છે. જેમાં મનો દિવ્‍યાંગ બાળકોને સ્‍પેશ્‍યલ ઓલ્‍મ્‍પીક તેમજ પેરા ઓમ્‍પીકમાં રમાતી જૂદી-જૂદી રમતો જેવી કે ક્રિકેટ, ફુટબોલ, બેડમીન્‍ટન, સાયકલીંગ, બાસ્‍કેટ બોલ, હેન્‍ડબોલ, બોચીબોલ, સ્‍લો રનીંગ, ફાસ્‍ટ રનીંગ તેમજ એથ્‍લેન્‍ટીકસની ઇન્‍ડોર અને આઉટડોર રમતો તથા મેડીટેશન-યોગા અંગે નિઃશુલ્‍ક ટ્રેનીંગ અપાશે. આ ટ્રેનીંગનો લાભ લેવા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મનોદિવ્‍યાંગ બાળકો તેમજ તેના વાલીઓને વિનંતી કરવામાં આવી છે.

વન્‍ડર સ્‍પોર્ટસ એકેડમીના પ્રમુખ ભૂમિકાબેન દૂધાત્રા ટ્રસ્‍ટીઓ બ્રિજેશભાઇ દૂધાત્રા, નિમીષાબેન, સુતરીયા, પરીક્ષીતભાઇ સાવલીયા, જીજ્ઞેશભાઇ વીરાણી, દર્શીત શીંગાળા દ્વારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં મનો દિવ્‍યાંગ બાળકો માટે વન્‍ડર સ્‍પોટર્સ એકેડમી દ્વારા આયોજીત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટને નિહાળવા તથા બાળકોને પ્રોત્‍સાહન આપવા જાહેર જનતાને વિનંતી કરેલ છે.

(4:46 pm IST)