Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સોની વેપારી (સરા વાળા) વિરૂધ્ધ ચેક રીટર્નની કોર્ટમાં ફરીયાદ થતા આરોપીને સમન્સ

રાજકોટઃ શહેરના સોની બજારના સોની વેપારી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા (સરા વાળા) સામે ફરીયાદી આનંદ વિનોદભાઈ કલાડીયાએ રાજકોટની નામદાર અદાલતમાં ચેક રીટર્ન થતા ફરીયાદ થતા અદાલતે આરોપી સામે ફરીયાદ દાખલ થયેલ.

કેસની હકીકત એવી છે કે આ કામના આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા તથા તેમના ભાઈ પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયાની સહ માલીકીનું મકાન કે જે ગુજરાત રાજયના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ રાજકોટ શહેરમાં ગુંદાવાડી શેરી નં.૨૨, થી ઓળખાતા વિસ્તારમાં સબ પ્લોટ નં.૯૦૭ થી ૯૧૦ પૈકી તથા ૯૧૩ થી ૯૧૪/૧ની જમીન ચો.મી.આ. ૪૨- ૪૧ ઉપર આવેલ ઉભા ઈમલા ઈમારત સહીતના મકાન આવેલ હતુ. સદરહુ ફરીયાદી આનંદ કલાડીયાએ આ કામના આરોપી પાસેથી મિલ્કત ઉપર આ કામના આરોપી તથા તેમના ભાઈ પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાંથી લોન લીધેલ હતી. આ મકાન ખરીદ કરતા પહેલા ફરીયાદીએ સદરહુ લોન અંગે તપાસ કરતા તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ લોનની બાકી લેણી રકમ રૂ.૧૦,૭૦,૦૦૦ પુરા ભરપાઈ કરવાના બાકી હતા. ફરીયાદી મકાન ખરીદ કરવા માંગતા હોય તેથી આ લોન પુરી કરવા ફરીયાદીએ આ લોનની રકમ પૈકી રૂ.૫,૩૫,૦૦૦ની લોન ભરપાઈ કરવા આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયાને મદદ કરેલ જે અંગેનું એક લખાણ આરોપી ભાવીનભાઈ નગીનદાસ તથા તેમના ભાઈ પ્રવીણભાઈ નગીનદાસ ફીચડીયાએ તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ ફરીયાદી જોગ કરી આપેલ.

ફરીયાદીએ મકાન ખરીદ કર્યા બાદ રજી.વેચાણ દસ્તાવેજ કર્યા બાદ ફરીયાદીએ આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા તથા પ્રવિણભાઈ નગીનદાસ ફીચડીયા ઉપર વિશ્વાસ રાખેલ જેનો આરોપીએ ગેરઉપયોગ કરેલ અને આ રકમની ફરીયાદીએ અવારનવાર માંગણી કરેલ હોવા છતા આરોપી એ લેણી રકમ ચુકવેલ નહી અને આરોપીએ ફરીયાદી જોગ કરી આપેલ લખાણ મુજબ રૂ.૫,૩૫,૦૦૦નો આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા તથા જાગૃતિબેન ભાવિનભાઈ ફીચડીયાના સંયુકત ખાતામાંથી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (ગુંદાવાડી શાખા)નો ચેક આપેલ. તેઓના જોઈન્ટ એકાઉન્ટ ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા તથા જાગૃતીબેન ભાવિનભાઈ ફીચડીયામાંથી આ આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયાની સહીવાળો ચેક આપેલ જે ચેક  'ફંડ ઈનસફિશ્યન્ટ'ના શેરા સાથે ચેક સ્વિકારયા વગર પરત આવેલ ત્યાર બાદ ફરીયાદીએ કાયદા મુજબની નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસ બજી ગયેલ હોવા છતા નોટીસમાં દર્શાવ્યા મુજબ સમય મર્યાદામાં રકમ ચુકવવાની દરકાર કરેલ નહી જેથી ફરીયાદી આનંદ વિનોદભાઈ કલાડીયાએ નામદાર કોર્ટમાં સદરહુ ચેક રીટર્ન અંગેની આરોપી ભાવિનભાઈ નગીનદાસ ફીચડીયા સામે ફરીયાદ કરેલ છે.

આ કામમાં ફરીયાદી આનંદ વિનોદભાઈ કલાડીયાવતી રાજકોટના એડવોકેટ વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ છે.

(3:27 pm IST)