Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

દારૂ જુગારની સ્પેશ્યલ ડ્રાઇવમાં સહકાર સોસાયટી શેરીનં.૧ માં ભક્તિનગર પોલીસનો દરોડો: જુગાર રમતા ૦૫ શખ્સોને પકડ્યા

રાજકોટ: દારૂ અને જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા દારૂ જુગારની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવા સુચના મળી હોઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા રણજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે બોલબાલા રોડ સહકાર સોસાયટી શેરીનં.૧ માં દરોડો પાડી પાંચ શખ્સો (૧) જસ્મીન પ્રકાશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦ રહે. સહકાર સોસાયટી શેરીનં. ૧ બોલબાલા રોડ રાજકોટ), (૨) ચીરાગ પ્રકાશભાઇ રાઠોડ (ઉ.વ. ૩૩ રહે. જીવરાજ પાર્ક શ્રી લક્ષ્મણ ટાઉનશીપ બ્લોક નં. ઇ-૪૧૧ મવડી રાજકોટ), (૩) ધવલ પ્રફુલભાઇ મારૂ (ઉ.વ. ૩૬ રહે. અમીન માર્ગ મેઇન રોડ સુર્ય પાર્ક આઇ બ્લોક નં.૩ રાજકોટ), (૪) સાગર મહીપતભાઇ ચાવડા (ઉ.વ. ૨૭ રહે. ગ્રીન પાર્ક રોડ ભાગ્ય લક્ષ્મી એપા. બ્લોક નં. બી-૨૦૧ રાજકોટ) (૫) ધ્રૂવેન ભાસ્કરભાઇ રાઠોડ (ઉ.વ. ૨૫ રહે, અરવિંદભાઇ મણીયાર એપા. બ્લોક નં. ઇ-૬૯ રાજકોટ)ને જુગાર રમતા પકડી રોકડા રૂ.૧૩,૭૪૦ તથા ગંજીપાના કબ્જે કર્યા છે.

પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા તથા એસીપી એચ.એલ.રાઠોડની સૂચના મુજબ પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરીમાં પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઈ જાડા, વિશાલભાઇ દવે, દિવ્યરાજસિંહ ઝાલા, હીતેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

(12:08 pm IST)