Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

દારૂની ડ્રાઇવ દરમ્યાન પ્રધુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફના દરોડા: ત્રણ પકડાયા, ત્રણ નિલ રેઇડ

રાજકોટ: પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ૦૬/૦૦ થી ૦૮/૦૦ વાગ્યા સુધી પ્રોહિબિશન ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબિશનને લગતી ગે.કા.પ્રવુતિ કરતા શખ્સો ઉપર રેઇડ કરવા સુચના તથા માર્ગદર્શન મળ્યું હોઈ જે અનુસંધાને પો.ઇન્સ એલ.એલ.ચાવડા તેમજ પો.સ્ટેના જંકશન ચોકી તથા સદર ચોકીના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમા ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબિશન અંગેની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સફળ રેઇડ કરી કુલ ત્રણ ઇસમોને પ્રોહિના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ જાણીતા બુટલેગરોને ત્યાં ચેક કરતા પ્રોહિબિશનને લગતી કોઇ ચીજ વસ્તુ ન મળતા ત્રણ નીલ રેઇડો કરવામા આવેલ છે.

આ કામગીરી પો.સબ ઇન્સ. બી.વી.બોરીસાગર તથા એ.એસ.આઇ ચંદ્રસિંહ જશુભા ઝાલા એ.એસ.આઇ સુરેશભાઇ જોગરાણા પો.હેડ.કોન્સ.કલ્પેશસિંહ એન ગોહિલ, વિમલેશભાઇ રાજપુત,વિરભદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. આનંદભાઇ જીવણભાઇ મકવાણા તથા પો.કોન્સ. રસિકભાઇ મોહનભાઇ ધાધલ સહિતે

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરાની સૂચનાથી કરી હતી.

(12:13 pm IST)