Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શાપર-વેરાવળ પોલીસે ૬ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પ્રિતેશને ઝડપી લીધો

રાજકોટ તા.ર૬ : શાપર-વેરાવળ પોલીસે ૬ ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે શાપર (વે) પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો.હેડ. કોન્‍સ મુકેશભાઇ ડાભી તથા પો.કોન્‍સ કૃપાલભાઇ પરમાર સંયુકત હકીકત મળેલ કે પારડી ગામ બસ સ્‍ટેન્‍ડ પાસે એક ઇસમ ચોરી કે છળકપળટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવા આવેલ હોવાની હકિકત મળતા જે જગ્‍યાએ રેડ કરતા પ્રિતેશકુમાર ભુપેન્‍દ્ર પ્રસાદ ધંધો મજુરી રહે કોઠારીયા રપ વારીયા શેરીનં.૪ તા.જી.રાજકોટ મુળ ગામ હેમતપુર તા.મેનપુર જી. ભોજપુરને ૬ મોબાઇલ સાથે પકડી પાડી પુછતાછ કરતા આ મોબાઇલ ફોનના બીલ કે આધાર-પુરાવા રજુ ન કરતા તેની ધરપકડ કરાઇ હતી.

(1:17 pm IST)