Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સિનેમા દિવસની ઉજવણી

 સિનેમા દિવસની ઉજવણીના ભાગરૂપે યુથ ધ નેશન ફાઉન્ડેશન અને આર. આર. મોટીવેશીલ દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઝુંપડપટ્ટી તથા અનાથ બાળકોને (૭૦ બાળકો) ને રિલાયન્સ મોલની અંદર ઇનોક્ષ સીનેમામાં બ્રહ્માસ્ત્ર મુવી બતાવવામાં આવ્યું હતું. જેમાં સીનેમા ઘરના મેનેજર રિધ્ધી દવે અને શૈલેષભાઇ, કાઠીયાવાડી કસુમ્બોના માલિક દ્વારા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. મહેમાન ગુજરાતી મુવી એકટર હર્ષલ માંકડ, પ્રોડયુસર કુલદિપ દવે, લેખક રાજજગતસિંહ, ફાલ્ગુની મજેઠીયા, દિનેશ ઝાલા, અજયભાઇ, આર.જે. રવીભાઇ જોડાયા હતા.

(3:17 pm IST)