Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શુક્રવારે પ્રજ્ઞાચક્ષુ બહેનોના રાસ-ગરબા

રાજકોટ તા. ર૬ :.. આગામી તા. ૩૦ ના રાત્રે ૮-૩૦ વાગ્‍યે નવરાત્રી પર્વે રાજકોટનાં વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનાં બહેનો જુદા જુદા ચાર જૂથમાં ગરબાનો ભાવવાહી કાર્યક્રમ રજૂ કરશે. જેમાં ઘંટારવ, કરતાલ, તાળી, દાંડીયા, તલવાર, ટીપણી, દિવડા, માંડવળી, ખંજરી અને મંજીરા રાસનો સમાવેશ થાય છે.

વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, ઢેબરભાઇ રોડ ખાતે આયોજીત આ રાસોત્‍સવમાં ઉપસ્‍થિત રહી ચક્ષુવિહોણા બહેનોને પ્રોત્‍સાહીત કરવા સંસ્‍થાના ડો. પી. જે. મંકોડીની યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)