Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કબલ યુવીમાં નવરાત્રી મહોત્‍સવમાં મા ઉમિયાના મંદિરનું સ્‍થાપનઃ આજથી ધમાકેદાર પ્રારંભ

૫૧ કાર ૧૫૧ બાઈક સાથે મા ઉમિયાનું વાજતે ગાજતે સામૈયુ કરી સ્‍થાપના

રાજકોટ તા.ર૬: કલબ યુવી દ્વારા તા. ર૬-૯ થી ૪-૧૦ દરમ્‍યાન યોજાનારા સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવની પૂર્વ સંધ્‍યાએ વરસાદી માહોલને કારણે વેલકમ નવરાત્રીની ઉજવણી રદ કરવામાં આવી હતી. નવરાત્રી ગ્રાઉન્‍ડ સ્‍થળે મા ઉમિયાનું મંદિરમાં વાજતે ગાજતે સ્‍થાપન કરવામાં આવ્‍યુ હતુ. ભકિતસભર અને સંસ્‍કારી સુરક્ષીત પારીવારીક માહોલ વચ્‍ચે ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્‍સવનો આજે પ્રથમ નોરતે ધમાકેદાર પ્રારંભ થશે.

કલબ યુવીની પરંપરા મુજબ અર્વાચીન રાસોત્‍સવની સાથોસાથ કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્‍ડમાં મા ઉમિયાનું ભવ્‍યાતિભવ્‍ય મંદિર બનાવવામાં આવે છે.  સમગ્ર વર્ષ દરમ્‍યાન મેટોડા ખાતે એન્‍જલ પંપ દ્વારા મા ઉમિયાની ભવ્‍ય દિવ્‍ય મૂર્તીની પૂજા થાય છે જયાથી વાજતે ગાજતે પ૧ કાર અને ૧પ૧ બાઈક સાથે કલબ યુવીની ટીમ તથા પાટીદાર સમાજના શ્રેષ્‍ઠીઓ મા ઉમિયાની મૂર્તીને નવરાત્રી મહોત્‍સવમાં સ્‍થાપન કરવા વાજતે ગાજતે સામૈયા સાથે પ્રસ્‍થાન કર્યુ હતુ. ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, શિવાલાલભાઈ આદ્રોજા, દિનેશભાઈ અમૃતીયા, ગીરીશભાઈ ચારોલા, કલબ યુવીના બોર્ડઓફ ડાયરેકટરો, કોરકમીટી તથા કમીટી મેમ્‍બર્સ સાથે મેટોડાથી નવરાત્રી સ્‍થળ સુધી નું સામૈયુ થયુ હતુ. ૧પ૦ ફુટ રીંગ રોડ પર ધ ટેમ્‍પલ ખાતે ભુપતભાઈ સંતોકી, દિલીપભાઈ કગથરા, સુરેશભાઈ ચાંગેલા, પ્રવીણભાઈ કનેરીયા, પ્રફુલભાઈ કનેરીયા, સહીતના એ માતાજીનું સ્‍વાગત કર્યુ હતુ ત્‍યારબાદ ગ્રાઉન્‍ડ સ્‍થળે મંદિરમાં માતાજીની મુર્તીનું વિધિવત સ્‍થાપન કરવામાં આવ્‍યુ હતુ. નવરાત્રી દરમ્‍યાન માતાજીના દરરોજ જુદા જુદા શણગાર થશે. તેમ મંદિર સમિતિના વિનુભાઈ મણવરે જણાવ્‍યુ હતુ. 

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનું આજથી ધમાકેદાર પ્રારંભ થશે કલબયુવીની પરંપરા મુજબ પ્રથમ મા ઉમિયાની આરતી બાદ નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ થશે. કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયા, કન્‍વીનર કાંતીભાઈ ધેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, શૈલેષ માકડીયા, જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, ના માર્ગદર્શન હેઠળ ૧૦૮ ની ટીમ દ્વારા ખેલૈયાઓ અને દર્શકોને સમયસર ઉપસ્‍થિત રહેવા અપીલ કરાઈ છે.

મેટોડા એન્‍જલ પંપ ખાતે મા ઉમિયાનું પૂજન અર્ચન

હમેંશા કંઈ નવું જ કરવાની પરંપરા ધરાવતી કલબ યુવી દ્રારા પ્રથમ વર્ષ થી જ નવરાત્રી સ્‍થળે મા ઉમિયાના મંદિરનું સ્‍થાપન થાય છે. નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધનાની સાથો સાથ  નવરાત્રી મહોત્‍સવ યોજાય તેવી પરંપરા છે. નવરાત્રી બાદ માતાજીની ભવ્‍ય અને દિવ્‍ય પ્રતિમાને એન્‍જલ પંપ મેટોડા ખાતે રખાય છે. જયાં આદ્રોજા પરિવારના શિવલાલભાઈ આદ્રોજા, અશ્‍વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા સહીતના પરિવારજનો દ્વારા સમગ્ર વર્ષ દરમ્‍યાન દરરોજ પૂજન અર્ચન થાય છે. જેમાં કલબ યુવીના કમિટી મેમ્‍બર્સ તેમજ વિવિધ ક્ષેત્રના લોકોએ લાભ લીધો હતો.

(3:32 pm IST)