Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ક્રાંતિ માનવ ટ્રસ્‍ટ પ્રેરિત નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ પર ભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવ

માતાજીના ઉંચા મંદિર, નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ....

રાજકોટ તા. ર૬ : શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્‍ટ સંચાલિત શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ પર શ્રી રણછોડદાસજી  આશ્રમ નજીક નવા ૮૦ ફુટના રોડ પર બાલાજી પાર્કના ચોકમાં નવ દિવસના પરંપરાગત નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાયેલ છે. પ્રાચીન નવરાત્રિ મહોત્‍સવનું આ ૧૮મુ વર્ષ છે.દરરોજ રાત્રે ૯ વાગ્‍યે દીપ પ્રાગટય અનેપૂજન બાદ બાળાઓના રાસનો પ્રારંભ થશે રાત્રે ૧ર વાગ્‍યા સુધી રાસ ગરબા ચાલુ રહેશે.

ટ્રસ્‍ટના પ્રમુખ સંજય હિરાણીના જણાવ્‍યા મુજબ કુલ ૩ ગ્રુપમાં ૭૦ જેટલી બાળાઓ માતાજીની ભકિત સાથે અવનવા રાસ રજુ કરશે. જેમાં કેડીયા રાસ, અંબેમાંની ચુંદડી, અમદાવાદી રાસ, બાદશાહ રાસ, રંગીલો, ભાવેણા નરેશ, મણિયારો રાસ વગેરેનો સમાવેશ થાય છે. રાસની તાલીમ માટે રિધ્‍ધીબેન રંગાણી, તેજસ્‍વી મણિયાર, દિલીપભાઇ જીવાણી, શામજીભાઇ કાણોતરા વગેરેએ સેવા આપી છે.ગરબીની તાલીમમાં રંગીલા ગરબી મંડળે સહયોગ આપેલ છ.ે

ગરબીમાં ગાયક કલાકાર તરીકે જયંતીભાઇ લુણાગરિયા, અંજુબેન પટેલ અને રસિકભાઇ રાબડિયા છે.વાદક ટીમમાં જયકુકરવાડિયા, અરવિંદ ચૌહાણ (તબલા), રાજુભાઇ (મંજીરા), ભગવાનજી ડાભી (બેન્‍જો)નો સમાવેશ થાય છે. કુવાડવા રોડથી ગરબી સુધીનો રોડ બન્ને બાજુએ રોશનીથી ઝળહળતો કરવામાં આવ્‍યો છે ટ્રસ્‍ટના કાર્યકરો આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રમુખ સંજય હિરાણીએ સૌને આજે તા ર૬ થી પ ઓકટોબર સુધી  નવરાત્રી મહોત્‍સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. દરરોજ રાત્રે ૯ થી ૧ર સીતારામ વિશ્વ દર્શન, હરિરસ ચેનલ પર જીવંત પ્રસારણ 

(3:33 pm IST)