Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શહેર કોંગ્રેસનો નગારે ઘા : લોકસંપર્ક શરૂ

વિધાનસભા ૬૯ અને ૭૦માં પત્રિકા વિતરણ

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા બેઠક ૬૯ અને ૭૦માં વોર્ડ નંબર ર અને ૧૪ માં કોંગ્રેસના ૮ વચનની પત્રિકા ડોર ટુ ડોર મતદાતાઓના નિવાસસ્થાને, સ્થાનિક બજારમાં, દુકાને દુકાને વિતરણ કરવામાં આવી હતી. આ લોકસંપર્ક કાર્યક્રમમાં વિધાનસભા ૬૯ ના વોર્ડ નં. ર માં રહેશ કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, અમિતભાઇ કરાંડેજી, ગોપાલજીભાઇ અનડકટ, વોર્ડ પ્રમુખ કૃષ્ણ દતભાઇ રાવલ, ગીરીશભાઇ ઘરસંડિયા, દેવેન્દ્રસિંહ રાણા, સલીમભાઇ કારિયાણીયા, જલ્પેશભાઇ કલોલા, હિતેશભાઇ માંકડિયા, ડી.બી. ગોહિલ, ગોપાલભાઇ મારવી, જીતુભાઇ ઠાકર તેમજ વિધાનસભા ૭૦ના વોર્ડ નં. ૧૪ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અશોક ડાંગર, પ્રદેશ મહામંત્રી મહેશભાઇ રાજપૂત, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, રાજકોટ શહેર એસ.સી.એલ.ના ચેરમેન નરેશભાઇ સાગઠીયા, મયુરસિંહ પરમાર, રવિભાઇ ડાંગર, જગદીશભાઇ સાગઠીયા, મયુરસિંહ પરમાર, રવિભાઇ ડાંગર, જગદીશભાઇ ૃસાગઠીયા તેમજ રોહિતભાઇ બોરીચા સહિતના આગેવાનો કાર્યકરો મારૃં બુથ મારૃં ગૌરવ લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા. તેમ કોંગ્રેસની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:40 pm IST)