Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મનપા દ્વારા ભુલકા મેળો યોજાયો : ૧૫૦ બાળકો જોડાયા

રાજકોટ : મહાનગરપાલિકા અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તા.૨૨ના રોજ અભય ભારદ્વાજ કમ્યુનીટી હોલ ખાતે ભુલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. સરકારની સુચના અનુસારઙ્ગશ્નવ્ન્પ્લૃઙ્ગબેઈઝ 'પોષણ સાથે શિક્ષણ'ની થીમ આધારીત ભુલકાં મેળાનું આયોજન કરાયેલ હતું. મહાનગરપાલિકાના અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગના ભુલકા મેળામાં આંગણવાડીના બાળકો દ્વારા દીપપ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ હતો. બાળકોને પ્રોત્સાહિન કરવા ડે.મેયર ર્ડા.દર્શિતાબેન શાહ અને  ચેરમેન શિશુ કલ્યાણ વિભાગ,જયોત્સનાબેન ટીલાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૫૦ થી વધુઙ્ગશ્નવ્ન્પ્લૃઙ્ગરજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઓફીસર હિરાબેન વી. રાજશાખા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મનીષાબા ઝાલા, અનસુયાબેન જી. ભેંસદડીયા,  તૃપ્તિબેન કામલીયા તથા તમામ સેજાના મુખ્યસેવિકાઓ તેમજ અન્ય કર્મચારી ગણે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

(3:40 pm IST)