Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાત ભાજપ મેડીકલ સેલ દ્વારા ૭પ હજાર દિકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ થયું

ગુજરાતના બે હજાર તબીબો-બે હજાર લેબ ટેકનીશ્યોની સેવા

રાજકોટ તા. ર૪: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરના માર્ગદર્શનમાં ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુકત ઉપક્રમે રાજયભરની દિકરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ કરી એક અનોખો વિશ્વ વિક્રમ સર્જયો છે. આ કાર્યક્રમ અંગર્તત રાજયના દરેક મંડલ થકી આશરે ૭પ હજાર દિકરીઓનું હિમોગ્લોબિનનું ચેકઅપ અને આયર્ન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમમાં આશરે ર હજાર જેટલા ડોકટરો અને આશરે ર હજારથી વધુ લેબ ટેકનિશ્યોનેએ સેવા આપી સેવાકિય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતમાં બધી જ જગ્યાએ લેબોરેટરી ટેકનિશ્યના મેમ્બરો દ્વારા ખુબજ ચોકસાઇથી દિકરીઓના હિમોગ્લોબિન કરી આપવામાં આવ્યા હતા. રાજકોટમાં લેબોરેટરી એશોશિયેશનના પ્રમુખ શ્રી જયંતભાઇ દુધાત્રા સેક્રેટરી નિતેશભાઇ મજેઠિયા, સિનિયર સભ્યો દિલિપભાઇ જોષી, હાર્દિક બક્ષી, અમરિષભાઇ ગાંધી, વિપુલભાઇ ભટ્ટ, કલ્પનાબેન ઉદાણી, ચિરાગભાઇ દવે, દિલિપભાઇ પટેલ, રાજેષભાઇ ભટ્ટ, સહિતના સભ્યો હાજર રહ્યા અને રાજકોટના ૧૮ વોર્ડની ૩૬ સ્કુલોમાં એશોશિએશનના ૭૦ સભ્યો દ્વારા કેમ્પમાં સેવા આપી આ વિશ્વ રેકોર્ડમાં ભાગીદાર બન્યા હતા. રાજકોટ શહેરમાં જ અંદાજીત ૩પ૦૦ જેટલી દિકરીઓના હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યા.

આ ઉદ્દઘાટન પ્રસંગે રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખભાઇ ભંડેરી, ડો. અતુલ પંડયા, ડો. અમિત હાપાણી અને ડો. ચેતન લાલસેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)