Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અઢી દાયકાથી ફરજ બજાવતા શિક્ષકોનું સન્‍માન

રાજકોટ કેળવણી મંડળ સંચાલીત વિવિધ શાળા- કોલેજમાં : ડો.માલાબેન કુંડલીયા- વિનોદભાઈ સોંડીગરા- ડો.ભાર્તેન્‍દુ પુરોહિત- ડો.પ્રેમલબેન યાજ્ઞિક- આશાબેન જીવરાજાનીનું સન્‍માન

રાજકોટઃ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં જેઓએ સળંગ ૨૫ વર્ષની ફરજ બજાવી હોય તેવા શિક્ષકો તેમજ નોન-ટીચીંગ સ્‍ટાફનું દરવર્ષે શિક્ષકદિને ટ્રસ્‍ટ દ્વારા સુવર્ણ મુદ્રા આપીને તથા શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવે છે.

આ વર્ષે પાંચ સ્‍ટાફ મેમ્‍બર્સનાં સન્‍માન કરવામાં આવ્‍યાં. જેમાં કોટક કન્‍યા વિનય મંદિરનાં પ્રિન્‍સીપાલ ડો. માલાબેન કુંડલિયા, સેકન્‍ડરી શિક્ષક શ્રી વિનોદભાઇ સોંડીગરા, શ્રી સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુ ઇંગ્‍લિશ મિડિયમ મહિલા હોમ-સાયન્‍સ કોલેજ,  સ્‍વ. મીનાબેન જયંતિભાઈ કુંડલિયા કોલેજનાં ઇન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ ડો. ભાર્તેન્‍દુ પુરોહિત તથા પ્રોફેસર ડો.પ્રેમલબેન યાજ્ઞિક અને ર. હ. કોટક પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી આશાબેન જીવરાજાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું. શિક્ષક અભિવાદન કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાને કર્ણાટક રાજયના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા, રાજકોટ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ ઠકકર, ટ્રસ્‍ટીશ્રી ડો. બીનાબેન પટેલ, શ્રી રમેશભાઈ જીવાણી, શ્રી દુષ્‍યંતભાઈ ઠક્કર, સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્‍સેલર ડો. અર્જુનસિંહ રાણા, મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, સ્‍વામિનારાયણ ગુરૂકુળનાં નિવૃત્ત પ્રિન્‍સીપાલ શ્રી વી. ડી. વઘાસિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ખાસ રાજકોટ કેળવણી મંડળનાં મુંબઈ સ્‍થિત પ્રમુખશ્રી સુરેશભાઇ કોટક, ટ્રસ્‍ટીશ્રી સુધીરભાઈ કોટક તથા કોટક બંધુઓ વર્ચ્‍યુલી જોડાયા હતા.

આ પ્રસંગે ડો.માલાબેન કુંડલિયા તથા ડો. ભાર્તેન્‍દુ પુરોહિતે  પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર. હ. કોટક પ્રાથમિક શાળાનાં પ્રિન્‍સીપાલ શ્રી વંદનાબેન બદીયાણીએ તથા કાર્યક્રમની આભાર વિધી કોટક કન્‍યા વિનય મંદિરના પ્રિન્‍સીપાલ ડો. માલાબેન કુંડલિયાએ કરેલ.

(3:48 pm IST)