Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં ખેલૈયાઓ સજ્જ

માતાજીના ગરબા, પ્રાચીન અર્વાચીન સ્‍તુતિઓની રંગત જામશે

રાજકોટ : નવલા નોરતાનો આજથી પ્રારંભ થઈ ચૂકયો છે. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં આજથી ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી માં જગદંબાની આરાધના કરશે. નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સંપૂર્ણ પારિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મેડ મ્‍યુઝીકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝગમગાટ વચ્‍ચે યોજાનાર આ રાસોત્‍સવમાં સિઝન પાસ બુકીંગને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.

અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સની સાથે વિશાળ સ્‍ટેજ ઉપર નામાંકિત સાજીદાઓ સાથે ગાયકવૃંદો ગુજરાતી લોકગીતો, માતાજીના ગરબા, પ્રાચીન - અર્વાચીન સ્‍તુતિઓ, દોહા - છંદના સંગાથે ખેલૈયાઓને રમાડવા અને ચાર ચાંદ લગાવશે. બાળ ખેલૈયાઓ, પ્રિન્‍સ - પ્રિન્‍સેસ, વેલ ડ્રેસ, વેલ સ્‍ટેપ, વેલ એકશન, વેલ ગ્રુપ આમ અનેક રીતે રાસ રમતા રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્‍સાહીત કરવા આયોજકો દ્વારા રોજે રોજના પ્રિન્‍સ - પ્રિન્‍સેસને ઈનામો અપાશે. ખેલૈયાઓને દરરોજ લાખેણા ઈનામો આપવામાં આવશે.

પરેશભાઈ વિઠ્ઠલાણીની આગેવાની હેઠળ રાસોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ (મામા) શૈલેષભાઈ પાબારી (એસપી), હસુભાઈ ભગદેવ, પ્રકાશભાઈ સોમૈયા, કૌશિકભાઈ માનસાતા, બલરામભાઈ કારીયા, જતીનભાઈ દક્ષીણી, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, કલ્‍પેશભાઈ તન્‍ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, મોહિતભાઈ નથવાણી, ઉમેશ સેદાણી, મેહુલભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, રશેષભાઈ કારીયા, વિપુલ કારીયા, ડો.હાર્દિપ રૂપારેલ, ધવલ પાબારી, વિપુલ મણીયાર, રાજભાઈ વિઠ્ઠલાણી, શ્‍યામલભાઈ વિઠ્ઠલાણી, રાજુ બગડાઈ, હિરેન કારીયા, કેજસ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ અજાબીયા, અમિત અઢીયા, કીર્તીભાઈ શીંગાળા, મયંક પાઉં, કિશન વિલાણી, ચંદ્રેશભાઈ વિઠલાણી, અમિતભાઈ દક્ષીણી, ધ્રુવ રાજા, હેમાંગભાઈ તન્‍ના, પ્રેસ રીપોર્ટર જગદીશ ઘેલાણી, હિતેષભાઈ ગટેચા, કીરીટભાઈ કેસરીયા, વિમલ વડેરા, કલ્‍પેશ બગડાઈ, અશ્વિનભાઈ બુદ્ધદેવ, ધ્રુમિલ ગોંધીયા, આનંદ જોબનપુત્રા, બિમલભાઈ ગોટેચા, મયુર અનડકટ, રાકેશભાઈ ચંદારાણા, પંકજભાઈ ગણાત્રા, સમીર રાજાણી, રાજુ ખીમાણી, વિજય મહેતા, દર્શન કક્કડ, મહેકભાઈ માનસાતા, તેમજ મહિલા સમિતિના શીતલબેન બુદ્ધદેવ, શિલ્‍પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાઉં, બિજલબેન ચંદારાણા, રત્‍નાબેન સેજપાલ, રત્‍નાબેન સેજપાલ, તેમજ મધ્‍યસ્‍થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્‍દ્રભાઈ જીવરાજાની, હિમાંશુભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ કોટેચા, વિમલભાઈ પારેખ, કાનાભાઈ સોનછાત્રા સહિતના સંભાળી પાસ તેમજ વધુ માહિતી મો. ૯૮૨૪૪ ૦૦૦૩૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:49 pm IST)