Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શુક્રવારે સમસ્‍ત કડિયા જ્ઞાતિજનો માટે જાજરમાન રાસોત્‍સવ

ટ્રેડીશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓએ સાંજે ૭ વાગે પ્રવેશ મેળવી લેવોઃ ટીવી, વોશીંગ-મશીન, મોબાઇલ સહિતના લાખેણા ઇનામોની વણઝારઃ સમસ્‍ત જ્ઞાતિજનોએ વહેલી તકે પાસ મેળવી લેવા નરેન્‍દ્રભાઇ સોલંકી દ્વારા અપીલ : શ્રીગુર્જર ક્ષત્રિય કડિયાજ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા વિરાણીના મેદાનમાં આયોજન

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ માભગવતીની આરાધના કરવા માટે સમગ્ર જ્ઞાતિજનો માટે શ્રી ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨નું આયોજન તા.૦૭/૧૦ શુક્રવારને સાંજે ૬.૩૦ કલાકથી વિરાણી હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ, ટાગોર રોડ, ખાતે કરાયુ છે.
આ નવરાત્રી મહોત્‍સવમાં મુંબઇના ખ્‍યાતનામ સીંગરો સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ અધ્‍યતન સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ તેમજ આકર્ષીત લાઇટીંગ, વિશાળ સ્‍ટેજ, ચુસ્‍ત સીકયુરીટી તેમજ નિષ્‍પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્‍સ-પ્રિન્‍સેસની યોગ્‍ય પસંદગીઓ કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્‍સવ ફકત અને ફકત સમગ્ર કડિયા જ્ઞાતિના લોકો માટેનો જ છે. તમામ એલૈયાઓએ ટ્રેડીશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત રહેશે. ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઇપણ ખેલૈયા ભાઇઓ બહેનોને રમવા માટેના ગ્રાઉન્‍ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિ જેની દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.
૭ વાગ્‍યા બાદ આવનાર કોઇપણ ખેલૈયાઓ ઇનામને પાત્ર રહેશે નહી અને ફકત તેઓને રમવાનું જ રહેશે. કોઇ પણ પ્રકારના ઇનામો તેઓને આપવામાં આવશે નહી. શ્રીગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના સમસ્‍ત, રાજકોટ દ્વારા આ એક દિવસના નવરાત્રી મહોત્‍સવમાં મહતવનું આર્ક્‍ષણ એટલેકે ફકત ઇનામોનું જ નહીં પરંતુ સંપૂર્ણ પણે સુરક્ષિત પારીવારીક માહોલ ઉભો થાય અને કુટુંબની દરેક બહેનો દીકરીઓ પણ આ કાર્યક્રમનો લાભ લઇ શકે જેના માટેનો જ્ઞાતિ સમસ્‍તનો સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. લાખેણા ઇનામોની વણજાર તો ખરી જ તેમજ નાના બાળકો, યુવાનો તેમજ વડીલો માટે અલગ-અલગ કેટેગરીમાં રૂા. પાંચ હજારથી રૂા.૩૦ હજાર સુધીના વ્‍યકિતગત આશરે ૩૦ જેટલા અવનવા ઇનામો આપવામાં આવશે. જેવા કે સ્‍માર્ટ ટી.વી., વોશિંગ મશીન, સ્‍માર્ટ મોબાઇલ, એર કંડીશનર, એર કુલર, બાળકો માટે સાઇકલ, મ્‍યુઝીક સિસ્‍ટમ વિગેરે આપવામાં આવવાની શકયતાઓ છે.
શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્‍સવના પાસનું ફકત અને ફકત ટોકન દરે વિતરણ તા.૨૭/૦૯ને મંગળવારથી જ્ઞાતિ સમસ્‍તની ઓફીસથી રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ અને સાંજે ૫થી ૭ કલાકે શ્રીગુર્જર ક્ષત્રિય સમસ્‍તની ઓફીસથી રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ અને સાંજે ૫થી ૭ કલાકે શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ કાર્યાલયઃ ગોપીનાથ કોમ્‍પલેક્ષ, જીવરાજ હોસ્‍પિટલ નીચે, ગાયત્રીનગર મેઇનરોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. પાસ લેવા આવનાર દરેક જ્ઞાતિજનોએ પોતાનું આધાર કાર્ડની ઓરીજનલ કોપી દેખાડવા માટે તેમજ ઝેરોક્ષ નકલ પોતાની સહીવાળી આપવાની રહેશે. તેમજ સરકારશ્રીના આદેશ મુજબ રાસોત્‍સવ સ્‍થળ પર રમવા આવતી વખતે પણ દરેક ખેલૈયાઓએ પોતાનું ઓરીજનલ આધારકાર્ડ પણ સાથે રાખવું ફરજીયાત છે.
આ મહોત્‍સવ શ્રીગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટના નેજા હેઠળ શ્રીશ્‍યામવાડી ટ્રસ્‍ટ રાજકોટ, વિદ્યાર્થી મંડળ સમિતિ-રાજકોટ, વિદ્યાર્થી બોર્ડીગ સમિતિ -રાજકોટ, રમત-ગમત અને સાંસ્‍કૃતિક સમિતિ તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળો અને સમિતિઓ દ્વારા ફકત અને ફકત સમગ્ર કડીયા સમાજના દીકરા-દીકરીઓ, માતા-બહેનો માટે સંપૂર્ણ પારિવારીક માહોલમાં અને માત્ર કડીયા સમાજના લોકો માટે સંપૂર્ણ સુરક્ષિત નોમીનલ ર્ચાજમાં  ભવ્‍યાતિભવ્‍ય દિવ્‍યાતિદિવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિના કોઇપણ મંડળને જોડાવા માટેની સંપૂર્ણ છુટ છે તેમજ તેઓનો પણ આવકાર છે જેની પણ સર્વે લોકોએ નોંધ લેવી. ગુ.ક્ષ.ક.જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ દ્વારા કોઇપણ પ્રકારનો ભેદભાવ જ્ઞાતિની અંદર રાખવામાં આવતો ન હોવાનું યાદીમાં જણાવાયુ છે.
શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટના દરેક જ્ઞાતિજનોને વહેલી તકે પોતાનો પાસ લઇ અને બહોળી સંખ્‍યામાં રાસોત્‍સવમાં લાભ લેવા પ્રમુખ શ્રીનરેન્‍દ્રભાઇ સોલંકી મો.૯૮૨૪૨ ૧૦૫૨૮(મહંત શ્રીનરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

 

(3:55 pm IST)