Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

માં શકિતનું અવતરણ એટલે નવરાત્રી

નવરાત્રી એટલે ધર્મ, નવરાત્રી અને દશ દિવસ શકિત દેવીના સ્‍વરૂપોનું પૂજન અર્ચન નવરાત્રી એટલે શકિત સંચયનું પર્વ

નવરાત્રી મહાત્‍મયઃ નવરાત્રી એટલે ધર્મ-સંસ્‍કૃતિ સાથે વિજ્ઞાન અને માનનીય ભાવનો સમન્‍વય જગત જનનીના આરાધ્‍ય દિવસો એટલે નવરાત્રી. દર વર્ષની માફક (આસો સુદ-૧)થી આપણે આંગણે શારદીય નવરાત્રી મહોત્‍સવ રૂમઝુમ કરતો આવી રહ્યો છે. ત્‍યારે નવરાત્રીના નવલા દિવસોમાં આપણે પુજન-અર્ચન-હોમ, હવન થાય તેટલું કરીએ સાથે સાથે શુભકામના અને  આપ ઉતરોઉતર પ્રગતિના કરો અને આપની મનોકામના પૂર્ણ થાય તેવી માતાજી પાસે પ્રાર્થના સહઅભ્‍યર્થના ત્‍યારે નવરાત્રિના નવલા દિવસો વિશે વાત કરીએ તો સમગ્ર હિંદુઓ ને જયારે નવરાત્રી શબ્‍દ નામ સાંભળતા જ માનસ-પટ અત્‍યંત ભાવુક બની જતું હોય છે. અને જયારે તેમાં પણ ગુજરાતીના માનસપટ પર નવરાત્રી એટલે નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી હર્ષ ઉત્‍સાહ  સાથે ઉજવવામાં આવે છે. જેમાં ધાર્મિક ભકિતભાવનો અનોખો મહિમા છે. આ તહેવાર સમગ્ર ભારત રાષ્‍ટ્રમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા માતાજીની આરાધના સાથે કયાય રમાતા નથી(અત્‍યારે ભારત બહાર અમેરિકા, બ્રિટન, આફ્રીકા જેવા રાષ્‍ટ્રમાં ગુજરાતી સોસાયટી બનેલી છે. ત્‍યાં પણ નવરાત્રી દરમયાન ભકિતની આરાધના ગરબા સાથે કરવામાં આવે છે.)
નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. જેને ઘણા રૂપો છે. દેવીએ શકિતનું રૂપ છે. જે બુરાઇનો નાશ કરે છે. શિવની પત્‍ની પાર્વતીના પણ ઘણા રૂપો છે. નવરાત્રીમાં નવ દિવસ દેવ, દેવીઓને પ્રસન્ન કરવામાં પૂજા-પાઠ અને ચંડીપાઠ કરવામાં આવે છે. અને આ દિવસો પાઠ પૂજામાં સર્વોચ્‍ચ અને શ્રેષ્‍ઠ દિવસો છે. જેમાં લક્ષ્ય પ્રાપ્તિ મેળવી શકાય છે.
નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યના વિજયના પ્રતિકરૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલ સમજીને તેને સુધારવાની, માતાજીની આરાધના દ્વારા થાય છે આ દિવસોમાં પૂજન અર્ચનથી આખા વર્ષ દરમ્‍યાન સંચિત થયેલ ઉર્જાનો સંચાર થાય છે. પાવન શકિતનું પર્વ એટલે નવરાત્રી. આ પવિત્ર નવરાત્રીના દિવસોમાં અનુષ્‍ઠાન કરવાથી આંતરિક ઉર્જામાં વધારો થાય છે.
વર્ષમાં ધાર્મિકતા અનુસાર ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. (૧) ચૈત્રી નવરાત્રીઃ જેને વસંત નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. આ ઉત્‍સવને અમુક જગ્‍યાએ રામા નવરાત્રી તરીકે  (૨) અષાઢ નવરાત્રીઃ આને ગુપ્ત નવરાત્રી કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. અષાઢ(જૂન-જૂલાઇ) મહિનામાં આવે છે. અષાઢ નવરાત્રી (ગુપ્તનવરાત્રી) અષાઢ શુકલ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમ્‍યાન અનુસરવામાં આવે છે.
(૩) આસો નવરાત્રીઃ જેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ ખુબ જ મહત્‍વની નવરાત્રી છે. જે હાલ આવી રહી છે. જેની હાલ ઉજવણીમાં આપણે સૌ મશગૂલ છીએ તેને માન્‍ય રીતે મહાનવરાત્રી કહેવાય છે. તેની ઉજવણી શરદ(શિયાળાની શરૂઆત સપ્‍ટેમ્‍બર ઓકટોબર)નાં સમયે થાય છે.
(૪) માઘ નવરાત્રીઃ માઘ નવરાત્રી મહા નવરાત્રી જે જાન્‍યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
માતાજીના સ્‍વરૂપઃ નવરાત્રી દરમ્‍યાન શકિતના નવ સ્‍વરૂપે માતાજીની પુજા થાય છે. (૧) શૈલપુત્રી (૨) બ્રહ્મચારીણી(૩) ચંદ્રઘંટા(૪) કુષ્‍માંડા (૫) સ્‍કંદમાતા (૬) કાત્‍યાયની (૭) કાલીયાણી(કાલરાત્રિ) (૮) મહાગૌરી (૯) સિધ્‍ધિદાત્રી
માતાજીની સાધના/ ઉપાસનાઃ સૌથી મહત્‍વની અને જરૂરી બાબત જો નવરાત્રી ઉત્‍સવમાં હોય તો તે સાધના/ ઉપાસના છે. નીચે મુજબની સાધના દ્વારા તમારી તમામ મનોકામના ચોક્કસ ધ્‍યેય પ્રાપ્તિ આ સારા દિવસોમાં માતાજી સુધી પહોંચે છે. અને પર્યાપ્ત ફળ પ્રાપ્ત થાય છે.(૧)શ્રધ્‍ધાઃ આ નવરાત્રી દરમ્‍યાન માતાજીની જે સાધના કાલા-વાલા, કે પુજન અચન કરો તે પૂર્ણ શ્રધ્‍ધા અને વિશ્વાસ સાથે થાય તે અત્‍યંત જરૂરી અને મહત્‍વનું છે. એટલે શ્રધ્‍ધા પ્રથમ પાયાનું અને મહત્‍વનું નિરૂપણ સ્‍વરૂપ છે(૨)ધૈર્યૅઃ શ્રધ્‍ધા બાદ ધૈર્ય(ધીરજ) પણ એટલું જ મહત્‍વનું અને નિર્ણાયક પરીબળ છે. પુજન પાઠમાં મંત્ર જાપ પછી માનવી સામાન્‍ય રીતે ત્‍વરિત પરિણામની આશા રાખતો હોય છે. પરંતુ માતાજીના મંત્ર જાપ દ્વારા માતાજી પૂર્વકર્મ બાળતા હોય છે. પરંતુ જેથી તે કર્મ બળતા વાર લાગે છે. પૂર્વકર્મ મળ્‍યા બાદ જ તેની યોગ્‍યતા કે ફળશ્રુતિ પ્રાપ્ત થતી હોય છે. જેથી ધૈર્ય(ધીરજ) એ મહત્‍વની બાબત છે.(૩) શુધ્‍ધિઃ આપ સર્વ જાણીએ છીએ કે ધાર્મિક વિધિમાં શુધ્‍ધી (શુધ્‍ધતા,ચોખ્‍ખાઇ) અનિવાર્ય અવિભાજય બાબત છે. જેમકે સ્‍થાન શુધ્‍ધિ, શરીર શુધ્‍ધિ, મન શુધ્‍ધિ, દ્રવ્‍ય શુધ્‍ધિ દરેક બાબતો આપણે જાણતા જ હોય પણ દ્રવ્‍ય શુધ્‍ધિ ખુબ જ અગત્‍યની અને જરૂરી છે કે જે પૂજન પાઠ, અર્ચન થતા હોય તે ખર્ચ(પૈસા) શુધ્‍ધ હોવા જોઇએ, નહિ કે અનીતિના કે ભ્રષ્‍ટાચારના જેનાથી પરિણામ લાભમાં અનેક ગણો ફેર પડે છે. શુદ્ધ દ્રવ્‍યને કારણે પરિણામ સચોટ અને ત્‍વરિત મળતું હોય છે.
 (૪) આસનઃ પૂજન પાઠના આસન કાયમી એક જ જગ્‍યાએ રહેવું જોઇએ જેથી તેનું ઉત્તર દાયિત્‍વ અવલંબિત રહે છે. અને એક જગ્‍યાના આસનને કારણે અનોન્‍ય ઉર્જા પ્રાપ્ત થાય છે. અને તે ઉર્જા પરિણામની પ્રાપ્તિ સુધી ઝડપથી લઇ જાય છે. જેથી પુજન પાઠ દરમ્‍યાનનું આસન(સ્‍થાન) નિヘતિ હોવું જોઇએ.વિજયા દશમીઃ નવરાત્રીના અંતે છેલ્લે દિવસે વિજયા દશમીની ઉજવણી ભવ્‍યતિ ભવ્‍ય રીતે ઉજવાય છે. કહેવાય છે કે બુરાઇ પર વિજયા દશમીના દિવસે ભલાઇ (રામ)ની જીત થઇ હતી. તેની ઉજવણી માટે દશેરા દરમ્‍યાન રામ લીલ ભજવાય છે. જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે. (આમ તો રાવણના વધ માટે સ્‍વયં ભગવાને જન્‍મ લેવો પડયો હતો તેવા તે પ્રખર શિવ હિમાયતી આરાધ્‍ય ભકત હતા
 

 

ડો.રાજેશ એચ ત્રિવેદી
લાયબ્રેરીયન,
પી ડી યુ મેડીકલ કોલેજ-રાજકોટ
 મો. ૯૮૯૮૦ ૨૭૫૧૪

(4:19 pm IST)